________________
अनेकान्तवादप्रवेशः
એટલે વસ્તુની પ્રથમ ક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ હોય, એવું ફલિત થયું.
પણ હવે અહીં વિકલ્પો એ કે, તે સ્થિતિ અને અસ્થિતિ બંને પરસ્પર (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? આ બે વિકલ્પો તમારી સમક્ષ મૂકીએ છીએ.
શિષ્યતિઃ ?
यद्यन्यत्वं, किं सर्वथा ? आहोश्वित् कथञ्चित् ? यदि सर्वथा, ततो द्वितीयादिक्षणेष्वपि स्थितिप्रसङ्गः, प्रथमक्षणस्थितेः द्वितीयादिक्षणास्थितिविभिन्नत्वान्यथानुपपत्तेः; तथाहिअनन्तराक्रान्तविग्रहाणां भावानामस्थित्यैकान्तभिन्नया वर्तमानसमयभाविनां स्थितिर्न विरुध्यते, इति; एवं द्वितीयादिक्षणास्थितेरपि तदत्यन्तभेदे तद्भावाविरोधः, इति भावना ।। अथ कथञ्चिदन्यत्वम्, इति ? अतोऽनेकान्तवादापत्त्याऽभीष्टसिद्धिरेवास्माकमिति ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ એથી શું? જો ભિન્નપણું હોય તો સર્વથા કે કથંચિતું? એ કહેવું જોઈએ. જો સર્વથા, તો દ્વિતીયાદિ ક્ષણોમાં પણ સ્થિતિ થવાનો પ્રસંગ આવે, અન્યથા પ્રથમક્ષણસ્થિતિથી દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિનું ભિનપણું ઉપપન ન થાય. તે આમ – અનંતરક્ષણે જે નાશ પામવાના છે તેવા વર્તમાનકાળવાર્તા ભાવોની સ્થિતિ જેમ અત્યંત ભિન્ન (પછીના સમયની) અસ્થિતિ સાથે વિરોધી નથી, તેમ બીજી ક્ષણે પણ તેમની સ્થિતિનો અત્યંત ભિન્ન અસ્થિતિ સાથે વિરોધ નહીં રહે. એમ ભાવના સમજવી. કથંચિત્ ભિનપણું કહો, તો અનેકાંતવાદની આપત્તિ થતાં અમારી તો ઇષ્ટસિદ્ધિ જ છે.
છે વિકલ્પશક ક્ષણસ્થિતિકતાનો નિરાસ છે, વિવેચન : પ્રશ્ન ઃ આવા વિકલ્પો મૂકવાથી શું થાય? ઉત્તર : થાય એ જ કે, દોષો આવે. જુઓ –
(૧) જો સ્થિતિ-અસ્થિતિનો પરસ્પર ભેદ હોય, તો તે કેવી રીતે ભેદ હોય? (ક) સર્વથા કે (ખ) કથંચિત્ ?
(ક) જો સર્વથા કહો, તો બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ થવાનો પ્રસંગ આવે ! (અર્થાત્, બીજી ક્ષણે પણ વસ્તુનું અસ્તિત્વ થાય) આવું માનો, તો જ પ્રથમક્ષણસ્થિતિથી દ્વિતીયક્ષણ-અસ્થિતિનું જુદાપણું સંગત થાય, અન્યથા નહીં. તે આ પ્રમાણે –
વર્તમાન સમયમાં રહેનારા ઘટાદિ પદાર્થો અનંતર ક્ષણે નષ્ટ થવાના છે, એટલે તેઓની બીજી ક્ષણે અસ્થિતિ છે. હવે અહીં બીજી ક્ષણે અસ્થિતિ હોવા છતાં પણ, એ અસ્થિતિ એકાંતે ભિન્ન છે અને એટલે તે ભાવોની પ્રથમ ક્ષણે સ્થિતિ હોવામાં કોઈ વિરોધ નથી.
તો જેમ અહીં એકાંત ભિન્ન અસ્થિતિ સાથે, પ્રથમક્ષણીય સ્થિતિનો કોઈ વિરોધ નથી, તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org