________________
गुर्जरविवेचनसमन्वितः
વસ્તુનો જે સ્વભાવ કાર્ય-અજનન વખતે હતો, તે જ સ્વભાવ કાર્યજનન વખતે છે. તેથી જેમ તે સ્વભાવ પહેલા કાર્ય નહોતો કરતો, તેમ હમણાં પણ કાર્ય નહીં કરે (એટલે તો કાર્ય ઉત્પન્ન ન થવાનો પ્રસંગ આવે) અથવા તો જેમ તે સ્વભાવ હમણાં કાર્ય કરે છે, તેમ પૂર્વે પણ કાર્ય કરવા લાગે ! અને તો સર્વદા કાર્ય ઉત્પન્ન થવાનો પ્રસંગ આવે !
નિષ્કર્ષ : આમ વસ્તુને એકાંત નિત્ય માનવામાં તે વસ્તુ થકી વિજ્ઞાનાદિ કાર્યો સંગત થાય નહીં અને વિજ્ઞાન સંગત ન થાય તો તે વસ્તુનું જ્ઞાન પણ સંગત ન થાય.
એટલે તો એકાંત નિત્યમતે વસ્તુના જ્ઞાનનો અભાવ થવાનો જ... માટે વસ્તુને એકાંત નિત્યરૂપ માની શકાય નહીં.
આ પ્રમાણે એકાંત નિત્યપક્ષમાં અસંગતિ બતાવીને, હવે ગ્રંથકારશ્રી એકાંત અનિત્યપક્ષમાં પણ અસંગતિ બતાવે છે –
अथापि प्रकृत्यैकक्षणस्थितिधर्मकं एकान्तानित्यमभ्युपगम्यते, एवमपि विज्ञानादिकार्यायोगात् तदवगमाभाव एव । न च सर्वथैकक्षणस्थितिधर्मिणो विज्ञानादिजनकत्वमुपपद्यते, तस्यैवायोगात्; तथाहि-क्षणस्थितिधर्मकं-क्षणस्थितिस्वभावमुच्यते, इति; अतोऽर्थादेवास्य द्वितीयादिष्वस्थितिः, इत्यकामेनापि प्रतिपत्तव्यम्, न्यायानुगतत्वात्; तयोश्च स्थित्यस्थित्योः परस्परतोऽन्यत्वम् ? अनन्यत्वं वा ? इति वाच्यम् ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે જો સ્વભાવથી એકક્ષણસ્થિતિધર્મક એકાંત અનિત્ય મનાય, તો એ રીતે પણ વિજ્ઞાનાદિ કાર્યો ન ઘટવાથી તેના અવગમનો અભાવ જ થવાનો. અને સર્વથા એકક્ષણસ્થિતિસ્વભાવી વસ્તુ વિજ્ઞાનજનક ન બની શકે, કારણ કે તેવી વસ્તુ જ ઘટતી નથી. તે આમ - ક્ષણસ્થિતિધર્મક એટલે ક્ષણસ્થિતિસ્વભાર્થી હવે અર્થતઃ જ એ વસ્તુની બીજી ક્ષણે અસ્થિતિ છે, એવું ઇચ્છા વિના પણ સ્વીકારવું પડશે, કેમ કે ન્યાયાનુસારી છે અને હવે એ સ્થિતિ અને અસ્થિતિ બંનેનું પરસ્પર ભિન્નપણું છે કે અભિનપણું? એ કહેવું જોઈએ.
# વસ્તુને એકાંત અનિત્ય માનવામાં પણ દોષપરંપરા છે વિવેચનઃ જો માત્ર એક ક્ષણ રહેવાના ધર્મવાળી એકાંત-અનિત્યરૂપ વસ્તુ મનાય, તો અહીં પણ વિજ્ઞાનાદિ કાર્યો સંગત થાય નહીં અને તો વસ્તુનો અવગમ પણ ન જ થાય.
અને જે વસ્તુ સર્વથા માત્ર એક જ ક્ષણસ્થિતિધર્મક છે, તે વસ્તુ વિજ્ઞાનાદિને ઉત્પન્ન કરનાર બની જ ન શકે, કારણ કે તે ક્ષણસ્થિતિક પદાર્થનું અસ્તિત્વ જ ઘટતું નથી. તે આ પ્રમાણે –
‘ક્ષણસ્થિતિધર્મક' એટલે એકક્ષણસ્થિતિસ્વભાવી... હવે વસ્તુ એકક્ષણસ્થિતિક છે; એવું કહેવાથી જ જણાઈ આવે છે કે તે વસ્તુની બીજી આદિ ક્ષણે સ્થિતિ નથી. અને એવું ઇચ્છા વિના પણ માનવું જ રહ્યું; કેમ કે એકક્ષણસ્થિતિક વસ્તુની બીજી ક્ષણે અસ્થિતિ હોય એવું ન્યાયસંગત જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org