________________
गुर्जरविवेचनसमन्वितः –
એકાંત ભિન્ન અસ્થિતિ સાથે, દ્વિતીયક્ષણીય સ્થિતિનો પણ કોઈ વિરોધ નહીં રહે, અર્થાત્ દ્વિતીયક્ષણે પણ વસ્તુની સ્થિતિ થાય !
એટલે જો સ્થિતિ-અસ્થિતિનો સર્વથા ભેદ માનો, તો બીજી ક્ષણે પણ વસ્તુનું અસ્તિત્વ માનવું પડે અને એ તો તમને બિલકુલ ઇષ્ટ નથી.
(ખ) હવે જો કથંચિદ્ ભેદ કહો, તો એનો મતલબ એ થાય કે સ્થિતિ-અસ્થિતિ બંને કથંચિદ્ ભિન્નાભિન્ન છે અને તો અનેકાંતવાદનું આપાદન થતાં અમારું ઇષ્ટ જ સિદ્ધ થવાનું.
એટલે ભેદવિકલ્પ તો ઉપાદેય જણાતો નથી.
*
७३
અથાનન્યત્વમ્, તરપિ સર્વથા ? થજ્વિદ્યા ? કૃતિ થનીયમ્ । યતિ સર્વથા, प्रथमक्षणस्थितिरेव द्वितीयादिक्षणास्थितिः, सा च भावरूपा, ततश्च द्वितीयादिक्षणेष्वपि स्थितिरेव स्यात् । द्वितीयादिक्षणास्थितेर्वा निरुपाख्यत्वात्तस्या एव प्रथमक्षणस्थितित्वात् प्रथमक्षणेऽप्यभावप्रसङ्गः । अथ कथञ्चिदनन्यत्वम्, इति ? पूर्वोक्तो दोषः । -: પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : હવે અભિન્નપણું પણ સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, તો પ્રથમક્ષણસ્થિતિ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ થાય અને તે ભાવરૂપ છે અને તેથી તો દ્વિતીયાદિ ક્ષણોમાં પણ સ્થિતિ જ થાય... અથવા તો દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ તુચ્છ હોવાથી અને તે જ પ્રથમક્ષણ-સ્થિતિરૂપ હોવાથી, પ્રથમક્ષણે પણ વસ્તુના અભાવનો પ્રસંગ આવે. હવે કથંચિદ્ અભિન્નપણું કહો, તો પૂર્વોક્ત દોષ આવે.
વિવેચન : (૨) જો સ્થિતિ-અસ્થિતિ બંનેનો પરસ્પર અભેદ છે, તો તે અભેદ કેવી રીતે છે ? (ક) સર્વથા, કે (ખ) કથંચિત્ ?
*
(ક) જો સર્વથા, તો (ક-૧) પ્રથમક્ષણસ્થિતિરૂપ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ થઈ જાય. હવે એ પ્રથમક્ષણ સ્થિતિ તો ભાવરૂપ છે, વસ્તુના અસ્તિત્વરૂપ છે અને તો દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ પણ ભાવરૂપ; વસ્તુના અસ્તિત્વરૂપ સિદ્ધ થાય, અને એટલે તો બીજી વગેરે ક્ષણે પણ વસ્તુની સ્થિતિ જ થવાની
એટલે બંનેનો સર્વથા અભેદ તો ન મનાય.
અથવા તો
(ક-૨) દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિરૂપ જ પ્રથમક્ષણ-સ્થિતિ બની જાય. હવે એ દ્વિતીયાદિક્ષણઅસ્થિતિ તો નિરુપાખ્ય છે. (વસ્તુના અભાવરૂપ તુચ્છ છે.) અને તો પ્રથમક્ષણસ્થિતિ પણ નિરુપાખ્ય (=વસ્તુના અભાવરૂપ) ફલિત થાય અને એટલે તો બીજી વગેરે ક્ષણોની જેમ પ્રથમ ક્ષણે પણ વસ્તુનો અભાવ થાય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org