________________
५२
> રૈલોક્યસુંદરીના પિતાનું નામ ગુણસુંદર અને માતાનું નામ ગુણસુંદરી આપ્યું છે.
> મંત્રી મંગલકલશને મારવા જાય છે ત્યારે અહીં તેના અંગત પુરુષોને બદલે તેની પત્નીનું પાત્ર પ્રયોજેલું છે. તે પત્ની મંગલકલશને લગ્ન કરી લેવા માટે સમજાવે છે.
> રાજાએ લગ્ન સમયે જમાઈ મંગલકલશના સહગુણોથી આકર્ષાઈને મંગલાર્થે વારંવાર દ્રવ્ય આપ્યું, ચાર મંગલમાં જુદી-જુદી વસ્તુઓ આપવાનું કથન અહીં કર્યું નથી.
> લગ્ન બાદ મંત્રીના ઘરે પાછો આવ્યો ત્યારે મંગલકલશને મંત્રીના પુરુષોએ જવા માટેના આંખના ઈશારા કર્યા છતાં તેને અવગણીને મંગલકલશે સામેથી રૈલોક્યસુંદરીને કહ્યું કે “ભોજન કરીએ તો સારું' અહીં પહેલીવાર દેહચિંતાના બહાને ઘરમાંથી બહાર જવાની કે બીજી વાર ફરી મંત્રીના પુરુષો દ્વારા ઈશારા કરવાની, મંગલકલશની ચિંતિત અવસ્થાની વગેરે કોઈ વાત નથી. અહીં કરેલું પ્રરૂપણ મંગલકલશની બુદ્ધિમત્તાને અને નીડરતાને વધુ પ્રબળ દર્શાવે છે.
> ત્યારબાદ મંત્રીના પુરુષો દ્વારા ફરી ઈશારોથતા કોઈક બહાનું કાઢીને મંગલકલશ ત્યાંથી નીકળી જાય છે. બીજીવારમાં પણ દેહચિંતાનું બહાનું અહીં દર્શાવાયું નથી.
> પોતાની નગરીમાં આવીને મંગલકલશ રથ લઈને ઘર તરફ આવવા જાય છે ત્યારે નગરજનો તેને એ તરફ જતો અટકાવે છે. છતાં તે પોતાના ઘરના રસ્તે જ આગળ વધે છે, ત્યારે ત્યાં થતો કોલાહલ સાંભળીને ધનદત્ત અને સત્યભામા ઘરની બહાર આવે છે. અન્ય કથાનકોમાં “માતા-પિતા પુત્રને ઓળખતા નથી.” એવું જણાવાયું છે. તેના કરતા પ્રસ્તુત પ્રરૂપણા વ્યવહારિક દષ્ટિએ યોગ્ય જણાય છે. કારણ કે ગમે તેટલા ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરે છતાં માતા-પિતા પુત્રને ઓળખી ન શકે એવું બનવું સંભવ જણાતું નથી. હા, ઘણા વર્ષો વીત્યા બાદ પુત્રને જોયો હોય તો કદાચ બની શકે. પરંતુ મંગલકલશ ચંપા પહોંચ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org