________________
> મંગલકલશ પહેલીવાર આકાશવાણી સાંભળે છે ત્યારે ઘરે જઈને પિતાને એ વાત કહેવાનો વિચાર અહીં રજૂ થયો નથી.
> મંત્રી મંગલકલશને મારવાની ધમકી આપે છે ત્યારે મંત્રીના પુરુષો દ્વારા તેને સમજાવવાની રજૂઆત નથી. પરંતુ, “મંગલકલશ પોતાની મતિથી વિચારીને જ લગ્ન માટે તૈયાર થાય છે. એવું નિરૂપણ છે.
> લગ્ન સમયે રાજાએ મંગલકલશને જાતિવંત પાંચ અશ્વો વગેરે આપ્યું મંગલકલશ કરમોચન કરતો નથી વગેરે પ્રરૂપણ નથી.
> પિતાનો ક્રોધ શાંત થઈ ગયા પછી સીધું જ ગૈલોક્યસુંદરીએ તેમને કલંક ઉતારવા પુરુષવેષની માંગણી કરીને ઉજ્જૈની જવાની અનુમતિ માંગી, રાજાએ પુરુષવેષ અને સૈન્ય પણ આપ્યું આટલે સુધી સિંહસામંતનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ જયારે મંગલકલશની કથા કહેવાની વાત આવે છે ત્યારે સિંહસામંત તે કથા સાંભળે છે, સિંહસામંતની અનુજ્ઞા લઈને મંગલકલશ અને રૈલોક્યસુંદરી વિલાસ કરે છે. આ બે કથાંશમાં સિહસામંતનું પાત્ર નિરૂપણ કર્યું છે.
૦> સિંહસામંતને પુરુષવેષ લઈને ચંપા મોકલવાને બદલે અહીં, રૈલોક્યસુંદરી પોતે જ મંગલકલશને પોતાની સાથે ચંપા લઈ જાય છે. અને પિતાને વૃત્તાન્ત જણાવે છે. એવું જણાવ્યું છે.
> લક્ષ્મી સૂરિજીએ પણ મંગલકલશના સીમાડાના રાજાઓ સાથેના યુદ્ધની વાત કરી નથી.
> અંતે “મંગલકલશ અને ગૈલોકયસુંદરી પાંચમાં બ્રહ્મનામના દેવલોકમાં ગયા અને ત્યારબાદ ક્રમશઃ મોક્ષસુખ પામ્યા.” એવું જણાવ્યું છે. પરંતુ પાછળના ભવોનો નિર્દેશ કર્યો નથી. (૯) અજ્ઞાતકર્તકકથા:
> ધનદત્ત શ્રેષ્ઠીની ધર્મ આરાધનાના પ્રભાવે પુત્રપ્રાપ્તિ થઈ. અહીં કર્તાએ શાસનદેવી દ્વારા વરદાન પ્રાપ્ત થવાની વાત ન કરતા માત્ર ધર્મારાધનાને મુખ્ય બનાવીને સર્વરચનાકારો કરતા વિશેષ પ્રરૂપણા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org