________________
સાથે સંપૂર્ણ કથા અજિતપ્રભસૂરિજીની જ ગ્રહણ કરેલી હોવાથી કથાઘટકોના પરિવર્તનમાં તેમનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો નથી. (૭) ભાવચંદ્રસૂરિજી:
આ કથા અજિતપ્રભસૂરિજીની કથાનું જ ગદ્ય રૂપાંતર હોવા છતાં બે સ્થળોએ ભાવચંદ્રસૂરિએ સ્વતઃ ઘટકોનું પરિવર્તન કર્યું છે.
> મંગલકલશને પોતાના પતિ તરીકે ઓળખી લીધા પછી રૈલોક્યસુંદરીએ સિંહસામંતને સામેથી કહ્યું – “હજુ જો સંશય રહેતો હોય તો તેમના ઘરે જઈને પિતાએ આપેલા સ્થાલાદિ જોઈ આવો.” આવું વ્યક્ત કહ્યું માટે સિંહસામંતનો સંશય દૂર થયો. અહીં ‘સિંહસામંત ઘરે જઈને તે સ્થાલાદિ જોઈને પછી નિર્ણય કરે છે. એવું ટાંક્યું નથી.
> સુરસુંદર રાજાએ મંત્રીનો વધ કરવા માટે વધુ સ્થાન સજ્જ કરાવ્યું, મંત્રીને ગધેડા પર બેસાડી ત્રિક-ચોક વગેરેમાં ફેરવ્યો. પછી મંગલકલશે રાજાને ગાઢ પ્રાર્થના કરી માટે છોડ્યો.
> આ ઉપરાંત ભાવચંદ્રસૂરિએ મંગલકલશના પુત્રનું નામ “જયશેખર'ને બદલે “યશોશેખર આપ્યું છે. (૮) લક્ષ્મસૂરિજી:
તેઓશ્રીએ ગદ્યભાષામાં કથા અત્યંત ટુંકાણમાં આપી છે. તેને કારણે નાના-નાના ઘણા કથાંશો અહીં સમાવિષ્ટ થઈ શક્યા નથી. કેટલાક સ્થળોએ ઘટકોમાં પરિવર્તન પણ થયેલું જણાય છે–
> રૈલોક્યસુંદરીના પિતાનું નામ “મહાબાહુ’ દર્શાવ્યું છે.
> રાજાએ રૈલોકયસુંદરીને વિવાહયોગ્ય જાણીને સુબુદ્ધિમત્રીને બોલાવીને વાત કરી. અહીં રાણી સાથેની ચર્ચાનો નિર્દેશ નથી.
> રાજાએ પુત્રી રૈલોકયસુંદરીના સુબુદ્ધિમંત્રીના પુત્ર સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મંત્રીનો એકપણ વાર ઈન્કાર અહીં દર્શાવાયો નથી.
•> પ્રત્યક્ષ થયેલા ગોત્રદેવીએ પૂછ્યા વિના જ પુત્રના રોગનો ક્ષય શક્ય નથી એથી કાર્ય સિદ્ધિ માટે અન્ય કોઈ કુમારને લાવી આપવાનું મંત્રીને જણાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org