________________
પછી થોડા સમયમાં જ લગ્ન હતા અને લગ્ન પછી તરત જ ત્યાંથી નીકળીને ઉજજૈની પાછો આવી ગયો છે. આથી પ્રસ્તુત કથાઘટકનું થયેલું પરિવર્તન આવશ્યક જણાય છે.
> રૈલોક્યસુંદરીએ પોતાના પતિને બદલે કોઈ અન્ય પુરુષને ઓરડામાં આવેલો જોઈને તે દાસીઓ પાસે ચાલી ગઈ. ત્યાં રાત્રી પસાર કરી. સવારે ફરી ઓરડામાં જોવા આવી ત્યારે ત્યાં કોઢીયો હતો, તેને જોઈને તે પોતાના ઘરે ચાલી ગઈ. અન્યત્ર સવારે કોઢીને જોવા આવવાનો ઉલ્લેખ નથી.
> રૈલોક્યસુંદરીએ પિતા સાથે એકવાર વાત કરાવી આપવાનું માતાને કહ્યું ત્યારે અન્યત્ર માતાએ અનાદરથી તે વાત ન સાંભળવાનું જણાવાયું છે. જયારે અહીં માતાએ કોપના અતિરેકમાં કહેલું નિષ્ફળ જાય છે એવું જણાવીને તેની વાત ટાળવાનું દર્શાવાયું છે.
> રૈલોક્યસુંદરીએ પુરુષવેષની માંગણી કરી ત્યારે “નીતિશાસ્ત્રમાં સકારણ એની અનુમતિ આપી છે.” એવું સ્વયં વિચારીને રાજાએ પુરુષવેષ આપ્યો.
> રૈલોક્યસુંદરી પુરુષવેષમાં ઉજજૈની પહોંચે છે ત્યારે વૈરીસિંહ રાજા–ઉજજૈનીનો રાજકુમાર રીસાઈને અહીં આવ્યો છે. એવું માને છે.
> રૈલોક્યસુંદરી ઉજજૈની નગરીના વિવિધ સ્થાનોમાં પોતાના પતિને શોધવા ફરે છે.
> સૈલોક્યસુંદરીએ કોઈક બહાનું કાઢીને મંગલકલશને બાકી રાખ્યો બાકીના છાત્રો અને ઉપાધ્યાયને જમાડ્યા, ત્યારબાદ મંગલકલશને સોનાની થાળીમાં ઊંચા આસને બેસાડીને જમાડ્યો.
> ચંપાપતિ ગુણસુંદર રાજાએ જેમની પાસે દીક્ષા લીધી તેમનું નામ અહીં ‘શીલભદ્ર અને મંગલકલશના પુત્રનું નામ “જયકુંજર' આપ્યું છે.
૦> જિનદત્તે મિત્ર સોમચંદ્રને દશહજાર દીનાર આપીને હું મૃત્યુ પામી જાઉં ત્યારે આ ધન સુકૃતમાં વાપરવું એવું જણાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org