________________
४७
એક માત્ર અજ્ઞાતકર્તૃક કથામાં શબ્દ સામ્ય પ્રાપ્ત થતું નથી તે ઉપરાંત કથાઘટકોમાં પણ પ્રમાણમાં વધુ પરિવર્તનો પ્રાપ્ત થતા હોવાને કારણે તેની રચનાનો આધાર શોધવો મુશ્કેલ જણાય છે. જો કે દેવચન્દ્રસૂરિજીનો શીલપાલનનો ઘટક સમાવ્યો છે.
•> આમ, અજિતપ્રભસૂરિજીના પ્રાયઃ સર્વ પરવર્તીઓએ તેમની કથાને આધારે કથાનું આલેખન કર્યું છે.
(૪) મુનિદેવસૂરિજી૨૭ :
જન્મ થયા પછી છઠ્ઠી જાગરણમાં બારમા દિવસે પુત્રનું નામ મંગલકલશ રાખ્યું.
> મંત્રીએ ગોત્રદેવીની આરાધના માટે તપ કર્યાનો ઉલ્લેખ નથી.
> પુષ્પો લેવા ઉપવનમાં ગયેલો મંગલકલશ ઘરે પાછો નથી આવતો તેથી તેના માતા-પિતા ખૂબ વિલાપ કરે છે. તેમને પ્રતિબોધ કરવા શાસનદેવી આવે છે અને મંગલકલશનું અપહરણ તથા તેના થનારા લગ્ન વગેરે વૃત્તાંત જણાવે છે.
મંત્રીએ જેને સંકેત કરેલો તે સ્થાનપાલકે મંગલકલશને થોડીવાર તાપણું કરાવીને ત્યારે જ મંત્રી પાસે લઈ ગયો. મંગલકલશને સવારે ગુપ્ત રીતે મંત્રી પાસે પહોંચાડવા કરતા રાત્રે જ મંત્રી પાસે લઈ જવો ઉચિત જણાય છે. કારણકે ગુપ્ત રીતે જ લઈ જવાનો છે તો સવારની રાહ શા માટે જોવી ? અને રાત્રે લોકોની અવર-જવર પણ ન હોય તેથી પહોંચાડવામાં સરળતા રહે. જો કે, જ્યાં સવારે મંત્રી પાસે લઈ જવાનું ટાંકેલું છે ત્યાં બીજા સ્થાનપાલકો સવારે ખૂબ દૂર નીકળી ગયા પછી લઈ જવાની વાત છે. એ પરથી એમ સમજી શકાય કે—તેને રાત્રે લઈ જાય તો નિકટમાં રહેલા સ્થાનપાલકોથી વાત ગુપ્ત ન રહે.
૨૭. મુનિદેવસૂરિજી તથા આ પછીના દરેક ગ્રંથકારો અજિતપ્રભસૂરિજીને અનુસરેલા હોવાથી તેમની કથામાં થયેલા પરિવર્તનો હવે પછી નોંધ્યા નથી. માત્ર અજિતપ્રભસૂરિજી કરતાં વિશેષ પરિવર્તનોનો જ ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org