________________
કુલવાન સ્ત્રીનો વેષ પહેરીને મારો પતિ તમને બોલાવે છે. એવું કહીને ઉપવનમાં લઈ ગઈ. ત્યાં જઈને એકાંતમાં ઘણી પ્રાર્થનાઓ કરવા છતાં સોમચંદ્ર શીલથી ચલિત ન થયો.
• આ રીતે નિશ્ચલ શીલનું પાલન ૫ કરીને, ગૃહસ્થધર્મનું સુંદર પાલન કરીને, મૃત્યુ પામીને સોમચંદ્ર અને શ્રીદેવી બન્ને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચ પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને સોમચંદ્રનો જીવ મંગલકલશ તરીકે ઉત્પન્ન થયો અને શ્રીદેવીના જીવે રૈલોકયસુંદરી તરીકે જન્મ ધારણ કર્યો.
• જયસિંહ આચાર્ય ભગવંતે આ રીતે રાજવી મંગલકલશ અને રાણી ગૈલોક્યસુંદરીને તેમનો પૂર્વભવ જણાવીને કહ્યું–‘પદ્રવ્યથી પુણ્યોપાર્જન કરવાના કારણે તમને ભાડેથી પરણવાનો અવસર આવ્યો અને સખી ભદ્રાને મજાકમાં પણ કલંક દેવાથી રૈલોક્યસુંદરીને કલંક આવ્યું.”
પુત્રી જયશેખરને રાજય પર સ્થાપીને મંગલકલશ અને રૈલોક્યસુંદરીએ જયસિંહસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી, શ્રુત અને ચારિત્રધર્મનું સુંદર પાલન કરનારા મંગલકલશમુનિને ગુરુએ પોતાના પદ પર સ્થાપ્યા અને સાધ્વીજી સૈલોકયસુંદરી પણ પ્રવર્તિની પદ પામ્યા. અંતે સંલેખના કરીને બન્ને પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
• ત્યાંથી ચ્યવીને બને મનુષ્ય થશે, ધર્મારાધનાના પ્રભાવે ફરી દેવલોકમાં જઈને મનુષ્યભવ પામશે, એ ભવમાં સર્વકર્મનો વિનાશ કરી સર્વ દુઃખનો અંત આણી મોક્ષપદ પ્રાપ્ત કરશે....
૨૫. આ શીલપાલનનો કથાઘટક માત્ર દેવચંદ્રસૂરિજીની, માણિકચચંદ્રસૂરિજીની
તથા અજ્ઞાતકર્તૃક એ ત્રણ કથામાં જ પ્રરૂપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org