________________
३४ • ‘પૂર્વજોના વારસામાં મળેલું અઢળક ધન પણ નિરંતર વાપરવાના કારણે થોડા સમયમાં ક્ષય પામી જશે.” આવું વિચારીને જિનદેવે સંપત્તિની પ્રાપ્તિ માટે દેશાંતર જવાનો નિર્ણય કર્યો.
• જતાં પૂર્વે જિનદેવે મિત્રો સોમચંદ્રને પોતાની બદલે ધર્મમાં વાપરવા માટે દસહજાર દીનાર આપ્યા, સાથે આ ધન વાપરવાથી તેના પુણ્યનો છઠ્ઠો ભાગ તને પણ મળશે એવું જણાવ્યું. મિત્ર દેશાંતર ગયો તે પછી સોમચંદ્ર એ ધન દેવ-ગુરુની પૂજા, સંઘની ભક્તિ, દીન-અનાથોને દાન વગેરેમાં વાપરીને પુણ્યોપાર્જન કર્યું, તેને ધર્મમાં ધન વાપરતો જોઈને પત્ની શ્રીદેવીએ પણ અનુમોદના કરવા દ્વારા પુણ્ય બાંધ્યું.
• એજ નગરમાં નંદશ્રેષ્ઠીની પુત્રી અને સુદત્ત શ્રેષ્ઠીની પત્ની ભદ્રા પણ રહેતી હતી. શ્રીદેવી અને ભદ્રા વચ્ચે મૈત્રી બંધાઈ. પૂર્વ સંચિત કર્મના ઉદયે સુદત્ત રોગિષ્ઠ થયો ત્યારે ભદ્રાએ પોતાના હૃદયની વ્યથા શ્રીદેવીને જણાવી. ત્યારે શ્રીદેવીએ કહ્યું કે “નક્કી તારા સંસર્ગને કારણે જ તારો પતિ રોગિષ્ઠ થયો છે. તું મારી નજરથી પણ દૂર થઈ જા.” આ સાંભળીને ભદ્રાને આકુળ-વ્યાકુળ થઈ ગયેલી જોઈને શ્રીદેવીએ કહ્યું “રે સખી ! શા માટે આટલી ઉદ્વિગ્ન થઈ ગઈ ? મેં તો માત્ર મજાકમાં કહ્યું હતું, બાકી તો જગતમાં સૌ કોઈ પોતે બાંધેલા કર્મોનાં ફળ ભોગવે છે.”
• તે નગરમાં અત્યંત દુરાચારી કામકૂર વગેરે પાંચ મિત્રો રહેતા હતા. એકવાર તેઓ મદના નામની વેશ્યા પાસે ગયા. રતિક્રીડા આદિ કરતા તેઓની વચ્ચે વાત થઈ કે “સોમચંદ્ર અને તેની પત્ની શ્રીદેવીને શીલથી ચલિત કરવા કોઈ સમર્થ નથી. ત્યારે કામાકુરે શ્રીદેવીને શીલથી ચલિત કરવાની ગાંઠ વાળી. એવી જ રીતે મદના વેશ્યાએ પણ સોમચંદ્રને ચલિત કરવાનો નિર્ણય કર્યો.
• એકવાર શ્રીદેવી ઘરમાં એકલી હતી ત્યારે કામાંકુર તેની પાસે ગયો. એને મનાવવા ઘણા પ્રયત્નો કર્યા શ્રીદેવી એ તેને ધૂત્કારીને કાઢી મૂકયો. આ બાજુ સંધ્યાકાળે સોમચંદ્ર ઘરે પાછો જતો હતો ત્યારે મદના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org