________________
३३
• વૈરીસિંહ રાજા અને ધનદત્ત શેઠની અનુમતિ લઈને સિંહસામંત નવદંપતિને ચંપાનગરીએ લઈ આવ્યા.
• રાજાએ દુષ્ટમંત્રીનું મસ્તક છેદી નાખવાનો આદેશ કર્યો ત્યારે મંગલકલશે વિનંતિ કરીને સુબુદ્ધિ મંત્રીને બચાવ્યો. અને રાજાએ મારવાને બદલે તેનો દેશનિકાલ કર્યો.
• રાજાએ મંગલકલશના માતા-પિતાને પણ ચંપાનગરીમાં જ બોલાવી લીધા.
• થોડા સમય બાદ બધા જ મંત્રી અને સામંતોને બોલાવીને મંગલકલશનો રાજ્યાભિષેક કર્યો. જમાઈને રાજય સોંપીને સુરસુંદરરાજાએ યશોભદ્રસૂરિજી પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ઉમ્રભાવે તપાદિ આરાધનામાં નિરત થયા.
• મંગલકલશને રાજ્ય કરતો જોઈ સીમાડાના રાજાઓએ સાથે મળીને ચંપાનું રાજય લઈ લેવા ચઢાઈ કરી. પ્રબળ પુણ્યશાળી મંગલકલશે તે સર્વ રાજાઓને જીતી લીધા.
• કાળક્રમે મંગલકલશને જયશેખર નામે પુત્ર થયો.
• રાજવી મંગલકલશે અનેકાનેક જિનમંદિરો બંધાવ્યા. તેમાં વિશિષ્ટ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. રાજવી દરરોજ અષ્ટપ્રકારી પૂજા પણ કરતા, જિનાગમોનું લેખન શરૂ કરાવ્યું, નિત્ય સુપાત્રદાનનો પણ લાભ લેતા, દીન-અનાથ દુઃખીઓ પર અનુકંપા પણ રાખતા.
• કેટલોક કાળ પસાર થયા પછી ચંપાનગરીના ઉદ્યાનમાં પધારેલા દિવ્યજ્ઞાની જયસિંહ નામના આચાર્ય ભગવંતની દેશના સાંભળવા ગયેલા રાજવી મંગલકલશે દેશનાના અંતે પોતાના ભાડેથી પરણવાનું અને રાણી કૈલોક્યસુંદરી પર કલંક આવવાનું કારણ પૂછ્યું.
• જયસિંહ આચાર્ય ભગવંતે તે સંબંધે બન્નેનો પૂર્વભવ જણાવ્યો.
• ભરતક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સોમચંદ્ર નામનો કુલપુત્ર અને શ્રીદેવી નામની તેની પત્ની રહેતા હતા, સુશ્રાવક જિનદેવ સાથે સોમચંદ્રની ગાઢ મૈત્રી થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org