________________
* કથાઘટકોમાં પરિવર્તન
પૂ.દેવેન્દ્રસૂરિજી દ્વારા આલેખાયેલા પ્રસ્તુત મંગલકલશ-કથાના મૂળ સ્વરૂપમાં પરવર્તઓએ કેટલાક પરિવર્તનો કર્યા છે. કથાના મૂળ સ્વરૂપનો સાર આપણે આગલા પ્રકરણમાં નિહાળ્યો હવે તે-તે ગ્રન્થકારોએ કરેલા કથાઘટકોના પરિવર્તન જોઈએ. અહીં કોઈ ગ્રંથકારોની ક્ષતિ શોધવાનો કે એક કરતાં બીજા ગ્રન્થકારને શ્રેષ્ઠ દર્શાવવાનો આશય નથી, અહીં માત્ર તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ જ પરિવર્તનો શોધવા પ્રયત્ન કર્યો છે.
પરવર્તી ગ્રંથકારો કથાના મૂળ સ્વરૂપને વધુ રોચક બનાવવા કે કથા ઘટકને સતર્ક બનાવવાના આશયથી કેટલા પરિવર્તનો કરતા હોય છે. દા.ત. વિનયચંદ્રસૂરિજી મંગલકલશ રાજા બન્યા પછી તેનું બીજું નામ પ્રચલિત થયાનું પણ વર્ણવે છે
"जितकाशी ततश्चम्पामगान् मङ्गलभूपतिः।
जयकेशर इत्यस्य, समभून्नाम चाऽपरम्" ॥ અહીં આ બીજુ નામ દર્શાવીને ગ્રન્થકારે મંગલકલશના સત્વ અને પ્રભાવને સુંદર રીતે વર્ણવ્યો છે.
અતિશય અણમાનીતી થયા પછી ત્રૈલોક્યસુંદરીને પ્રથમ વાર પિતા મળ્યા ત્યારે જ તેણે પુરુષવેષની યાચના કરી અને સુરસુંદર રાજાએ તે અર્પણ પણ કર્યો. આ કથાંશને સતર્ક બનાવવા મુનિદેવસૂરિજીએ ઉમેર્યું કે એ સમયે રૈલોકયસુંદરી પોતાની સાથે શું બન્યું? તે જણાવી દે છે, તથા પોતાને પરણીને ચાલ્યા ગયેલા પતિને શોધવા ઉજજૈની જવું છે–એ પણ જણાવે છે, ત્યારે રાજા પુત્રીને પુરુષવેષ આપે છે અને મંત્રી પરનો ક્રોધ મનમાં જ છૂપાવી રાખે છે–
तद्विज्ञप्तेन भूपेन, सूताहूता व्यजिज्ञपत् । त्वज्जामातास्त्यवन्त्यां तत्, तात ! पुंवेषमर्पय ॥१६३॥ एनं संशोध्य गृण्हामि, यथाऽहमथ तद्व्यधात् ॥१६४॥ (पूर्वार्ध) गाम्भीर्येण नृपोऽप्यस्थाद्, गूढकोपश्च मन्त्रिणि ॥१६५॥ (उत्तरार्ध)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org