________________
३० જ ન સાંભળ્યું ત્યારે તેણે સિંહ નામના સામંતને પિતા સાથે એકવાર વાત કરાવી આપવા વિનંતી કરી.
• સિંહ સામંતે અવસર જોઈને રાજાને તે વાત કરી, રાજાની અનુમતિથી રૈલોક્યસુંદરીએ ત્યાં આવીને પુરુષવેષની માંગણી કરવાની સાથે ઉજ્જૈની જવાની અનુમતિ માંગી, રાજાએ સિહસામંતને આ વિષે પૂછ્યું, તેણે આ વાત યોગ્ય છે એવું જણાવ્યું આથી રાજાએ પુરુષ વેષની સાથે ઉજજૈની જવાની અનુમતિ આપી. તથા સૈન્ય સહિત સિંહસામંતને રૈલોક્યસુંદરીના રક્ષણ માટે સાથે મૂકયો. સ્વવંશમાં કોઈ દૂષણ ન લાગે તેની સંભાળ રાખવાનું અને સર્વ પ્રયત્ન પૂર્વક શીલનું રક્ષણ કરવાનું રૈલોક્યસુંદરીને કહ્યું.
• રૈલોક્યસુંદરી અવિરત પ્રમાણે ઉજ્જૈની પહોંચી ત્યારે વૈરીસિંહ રાજાને-“ચંપાનગરીનો રાજપુત્ર સૈન્યસહિત પોતાની નગરીમાં આવે છે. એવા સમાચાર મળ્યા, વૈરીસિંહ રાજાએ પણ તુરંત બહાર આવી ઠાઠ પૂર્વક ઉજ્જૈનીમાં પ્રવેશ કરાવ્યો અને નિશ્ચિત થઈને પોતાનું જ ઘર માનીને પોતાના મહેલમાં રહેવા જણાવ્યું.
• થોડા દિવસ ત્યાં મહેલમાં રહ્યા બાદ પોતાના સૈનિકો પાસે સ્વાદિષ્ટ પાણીના જળાશયની તપાસ કરાવી. સૈનિકો એ તપાસ કરીને તેનું સ્થાન નગરીની બહાર પૂર્વદિશામાં જણાવ્યું.
-પુરુષવેષમાં રહેલી રાજકુમારીએ પણ તે સ્થાન જોયું, તે જળાશયના માર્ગમાં જળાશય નિકટ એક આવાસ બનાવી આપવા વૈરિસિંહ રાજાને વિનંતી કરી, રાજાએ સુથારો પાસે તે જગ્યાએ સ્થાન બનાવી આપ્યું.
• રાજકુમારી દરરોજ તે સ્થાનમાં બેસીને જળાશયના માર્ગ પર જોયા કરે છે. એકદિવસ માર્ગ પર જતા પાંચ અશ્વો જોયા, કે જેમના પર સુરસુંદર રાજાનું નામ અંકિત થયેલું હતું અને એ અશ્વો લગ્ન સમયે પોતાના પતિને આપેલા. એ અશ્વો જોઈને આનંદિત થયેલી રાજકુમારીએ તેની પાછળ સૈનિકો મોકલીને તેના સ્વામી સંબંધી તપાસ કરાવી.
• જાણવા મળ્યું કે–તેઓ ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે રહે છે. તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org