________________
૨૬
થવાનું કારણ પૂછ્યું ત્યારે રૈલોક્યસુંદરીએ પોતાના પતિને બદલે ત્યાં કોઈ બીજુ આવી ગયાનું જણાવીને દાસીઓ વચ્ચે જ રાત્રી પસાર કરી.
• સવારે રૈલોક્યસુંદરી રાજા પાસે પહોંચે એ પહેલા જ ઉદાસ અને દીન બનીને મંત્રી રાજા પાસે પહોંચી જાય છે, રાજા આનંદને બદલે વિષાદનું કારણ પૂછે છે. મંત્રી પહેલા તો પોતાના કર્મોને દોષ આપે છે. રાજા સ્પષ્ટ જણાવવા કહે છે ત્યારે નિઃસાસા નાખતા-નાખતા કહે છે કે ‘લગ્ન સમયે આપે મારા પુત્રને જોયો હતો, આપની પુત્રી સાથેના લગ્નની પ્રથમ રાત્રીએ જ એ રૂપવાન પુત્રના શરીરમાં કોઢ રોગ વ્યાપી ગયો છે. પરંતુ તેમાં કોઈ રૈલોક્યસુંદરીનો દોષ નથી, આતો મારા ભાગ્યનો જ દોષ છે.” મંત્રીની વાત સાંભળતા રાજા ક્રોધે ભરાયા, તેઓએ માની લીધું કે ગૈલોકયસુંદરીના સ્પર્શના કારણે જ મંત્રીપુત્ર રોગિષ્ઠ થઈ ગયો છે. આથી પુત્રી પાપિઇ અને અલક્ષણો છે. રાજાએ કહી દીધું કે ગૈલોકયસુંદરીને મારી નજર સમક્ષ પણ ન લાવવી. પહેલા અત્યંત પ્રિય હોવા છતાં પણ બધી જ રાણીઓએ પણ રૈલોક્યસુંદરીનો ત્યાગ કર્યો. મંત્રીના સ્વાર્થ ભર્યા કપટે તૈલોક્યસુંદરીની હાલત કફોડી કરી દીધી.
• રૈલોક્યસુંદરી માતાના ગૃહની પાછળ એકલી પડી રહે છે. એને બોલાવનાર, એની સાથે વાત કરનાર કે એનું સાંભળનાર કોઈ નથી. એકલી એકલી જ વિલાપ કર્યા કરે છે. મનોમન સ્વકર્મનો જ દોષ માને છે.–“એક બાજુ પતિ પરણીને ચાલ્યો ગયો અને બીજી બાજુ આટલું મોટું કલંક ચડ્યું, એવું કયું મે ખોટું પાપ કર્યું હશે કે જેના પ્રભાવે આવું બન્યું?
• એક દિવસ ગૈલોક્યસુંદરીને લગ્નના દિવસે પોતાના પતિએ મોદક આરોગ્યા બાદ ઉજજૈનીનાં પાણી વિષે જે કહ્યું હતું તે યાદ આવી ગયું અને પોતે નિર્ણય કરી લીધો કે પોતાના પતિ ઉજ્જૈની જ ગયા હશે. મારે કોઈપણ રીતે ઉજ્જૈની જઈને એમને શોધવા છે.”
• એક દિવસ ગૈલોક્યસુંદરીએ પોતાની માતાને-એકવાર પિતા સાથે વાત કરાવી આપવા માટે વિનંતી કરી, માતાએ અવજ્ઞા પૂર્વક કાંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org