________________
२८
• પોતાને જલ્દી નિકાળવા માટેના ધીમા શબ્દો ફરીથી મંગલકલશના કાને પડ્યા. તે ફરીથી દેહચિંતાના બહાને ઊભો થયો પરંતુ રાજકુમારીને તરત જ પાછળ આવવાને બદલે થોડી વાર પછી આવવાનું કહી ગયો.
આ બાજુ મંત્રીએ ઉજજૈનના માર્ગે રાજાએ આપેલી વસ્તુઓ તૈયાર જ રાખી હતી. તેમાંથી સારભૂત વસ્તુઓ એક રથમાં નાખીને રથમાં ચાર અશ્વો જોડયા અને એક અશ્વને રથની પાછળ બાંધ્યો, વાયુવેગે રથ દોડાવીને થોડા દિવસોમાં ઉજ્જૈની પહોંચી ગયો.
• આનંદિતમને ઘર તરફ જતો હોય છે ત્યારે માતાએ બહુમૂલ્ય વસ્ત્ર-અલંકારથી વિભૂષિત થયેલો હોવાને કારણે તેને ઓળખ્યો નહીં અને કહ્યું “રાજકુમાર ! આ માર્ગ નથી.” ના કહેવા છતાં તે રથને ઘર તરફ આવતો જોઈને સત્યભામાએ ધનદત્ત શ્રેષ્ઠીને બોલાવ્યા.
• ધનદત્ત શેઠ તેને કહેવા જાય છે એટલામાં તો મંગલકલશ માતાપિતાના ચરણે નમે છે. માતા-પિતા તેને ઓળખ્યા પછી ખૂબ આનંદિત થાય છે. મંગલકલશનો આટલા સમયનો વૃત્તાંત જાણીને અને આટલી બધી ઋદ્ધિ જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રાકાર સહિતની નવી મોટી હવેલી બનાવે છે.
• મંગલકલશ પોતાના અધૂરા કલાભ્યાસ માટે માતા-પિતાની આજ્ઞાથી ઘરની નજીક રહેતા ઉપાધ્યાયની પાઠશાળામાં જોડાઈ જાય છે કે જે ઉપાધ્યાય રાજા-મંત્રી-સાર્થવાહ વગેરેના પુત્રોને પણ કલા અભ્યાસ કરાવતા હોય છે.
• આ બાજુ મંગલકલશને પાછો મોકલ્યા પછી મંત્રીએ શયનખંડમાં પોતાના પુત્રને મોકલ્યો. અંદર આવીને જયાં એ શય્યા પર ચઢવા જાય છે ત્યાં જ રાજપુત્રી સાવધ થઈ જાય છે. રોગિષ્ઠ મંત્રીપુત્ર
જ્યાં હાથનો સ્પર્શ કરવા જાય છે ત્યાં જ રૈલોકયસુંદરી ત્યાંથી નીકળીને બહાર પોતાની દાસીઓ પાસે આવી જાય છે. દાસીએ એકદમ વિહળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org