________________
२७
♦ લગ્ન સમયે મંગલકલશને જોઈને રાજપુત્રી પણ પોતાને ભાગ્યશાળી માનવા લાગી.
લગ્નના પ્રથમ ફેરામાં રાજાએ વિવિધ વસ્ત્રો આપ્યા, બીજા ફેરામાં આભૂષણો, અને થાળ વગેરે આપ્યા, ત્રીજા ફેરામાં મણિ-સુવર્ણ વગેરે આપ્યું અને ચોથામાં મનોહર રથ વગેરે આપ્યું, આવું દાન કરીને રાજા કર-મોચન કરાવે છે પરંતુ કુમાર રાજપુત્રીનો હાથ છોડતો નથી, તેના માટે તે કુમાર પાંચ જાતિવંત અશ્વો માંગે છે, અને રાજા તે અશ્વો પણ આપે છે.
♦ લગ્ન કર્યા બાદ મંગલકલશ રાજપુત્રી સાથે મંત્રીના ઘરે આવે છે ત્યારે દાસ-દાસીઓની પરસ્પરની ધીમા આવજે થતી વાતો મંગલકલશના કાને પડે છે કે—‘આને હવે અહીંથી જલ્દી નિકાળી દો.’
શયનખંડમાં પહોંચીને કુમાર દેહચિંતાના બહાને ત્યાંથી બહાર જાય છે. ત્યારે ત્રૈલોકયસુંદરી સુવર્ણની પાણીની ઝરી લઈને તેની પાછળ-પાછળ જાય છે.
• દેહ ચિંતા ટાળવા છતાં પોતાના પતિને વ્યગ્ર જોઈને રાજકુમારીએ પૂછ્યું- ‘શું આપને ક્ષુધા પીડે છે ?’ મંગલકલશે ‘હા’ કહી એટલે પોતાની પ્રિયંકરી નામની૨૪ દાસીને મોકલીને માતા પાસેથી મોદક મંગાવ્યા.
સિંહકેસરીયા મોદક આરોગતા મંગલકલશે પોતાનો અણસાર આપવા માટે ત્રૈલોક્યસુંદરીને કહ્યું કે ‘આ મોદક તો શ્રેષ્ઠ છે પરંતુ આની ઉપ૨ જો ઉજ્જૈની નગરીનું પાણી મળે તો પરમ આનંદ થાય.'
ત્રૈલોક્યસુંદરીને આ વાત કાંઈ અઘટિત લાગી કારણકે ઉજ્જૈની તો ચંપાથી ખૂબ દૂર હોવાથી ત્યાં જવાનો સંભવ ઓછો રહે છે. અથવા ત્રૈલોક્યસુંદરીએ વિચાર્યું કે ‘આમનું મોસાળ ઉજ્જૈની હશે માટે ત્યાંના પાણીનો સ્વાદ ચાખેલો હશે.'
૨૪. આ નામ માત્ર દેવચંદ્રસૂરિજી તથા મુનિદેવસૂરિએ જ પ્રયોજ્યું છે. બાકીના દરેક રચનાકારોએ માત્ર દાસી તરીકે સામાન્ય ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org