________________
પુત્રએ આ ઘોડા ચંપાથી લાવેલા છે. ફરીથી બે સૈનિકો મોકલીને ધનદત્ત શ્રેષ્ઠીના પુત્રનું નામ અને વર્તમાનમાં તે શું કરે છે ? તેની તપાસ કરાવીને જાણ્યું કે- “મંગલકલશ ઉપાધ્યાય પાસે અભ્યાસ કરે છે.'
• મૈલોક્યસુંદરીએ સિંહસામંતને એ અશ્વો કઈ રીતે ખરીદવા તે અંગે પૂછ્યું. સિંહસામંતે–તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કરવા જણાવ્યું.
અશ્વોનો સ્વામી અહીં આવે અને તેના ભાવ ઓળખી લઈએ એ માટે છાત્રો સહિત ઉપાધ્યાયને ભોજન માટે આમંત્રણ આપવાનું રૈલોક્યસુંદરીએ કહ્યું સિંહસામંતને પણ વાત યોગ્ય જણાઈ. સાથે સામંત ઉપાધ્યાયને આમંત્રણ આપી આવ્યા.
• સર્વ છાત્રોની સાથે ઉપાધ્યાય મહેલ પર આવ્યા ત્યારે છાત્રોમાંથી પોતાના પતિમંગલકલશને ગૈલોક્યસુંદરી ઓળખી ગઈ. બધાને ભોજનાદિ કરાવ્યા બાદ મંગલકલશને પોતાના આસન પર બેસાડીને રાજપુત્રને અનુરૂપભક્તિ કરી, મંગલકલશનું વિશિષ્ટ બહુમાન જોઈને બીજા છાત્રોને ઇર્ષા થઈ આવી.
• રૈલોક્યસુંદરીએ ઉપાધ્યાયને કોઈ છાત્ર પાસે કોઈ સારુ કથાનક સંભળાવવા વિનંતી કરી. ત્યારે બધા વિદ્યાર્થીઓએ ઈર્ષાને કારણે–“જેનું વિશેષ બહુમાન કર્યું છે. એ મંગલકલશ જ કથા સંભળાવે એવું કહ્યું.
• ઉપાધ્યાયે આદેશ આપ્યો એટલે મંગલકલશે ઊભા થઈને પૂછ્યું ચરિત અને કલ્પિત એમ બે પ્રકારની કથા હોય છે. હું કંઈ કથા સંભળાવું? રાજકુમારીએ ચરિત કથા કહેવાનું કહ્યું ત્યારે મંગલકલશ સમજી ગયો કે–“આ એ જ રૈલોકયસુંદરી છે કે જેને હું ચંપામાં ભાડેથી પરણ્યો હતો. અત્યારે કોઈપણ કારણસર પુરુષવેષમાં અહીં આવી છે.”
• મંગલકલશે અથથી ઇતિ સુધીની પોતાની વ્યતીત કથા સંભળાવી ત્યારે પુરુષવેષમાં રહેલી રાજકુમારીએ બનાવટી ક્રોધ કરીને તેને પકડાવ્યો, રાજકુમારીના ક્રોધથી ડરીને ઉપાધ્યાય અને છાત્રો ત્યાંથી ભાગી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org