________________
૮૦
* અનંતાનુબંધીચતુનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે, એટલે તેનું પણ અહીં વર્જન કર્યું.
ઉદયસ્વામિત્વ
* સમ્યક્ત્વ સાથે કોઈપણ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન થતો નથી, એવું અમે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં વિસ્તારથી બતાવી ગયા.. એટલે વિગ્રહગતિમાં સમ્યક્ત્વ સાથેની કોઈપણ સ્ત્રી મળતી નથી. તેથી કાર્યણકાયયોગમાં ચોથે ગુણઠાણે સ્ત્રીવેદનો પણ ઉદય ન સંભવે.
તે
* જે જીવ ક્ષાયોપશમસમ્યક્ત્વ સાથે પરભવમાં ઉત્પન્ન થાય છે, જીવને લઈને અહીં સમ્યક્ત્વમોહનીયનો ઉદય નિર્બાધ ઘટી શકે..
* પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળો જે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ લઈને નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તે જીવને કાર્યણકાયયોગમાં ચોથે ગુણઠાણે નરકગત્યાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય પણ સંભવી શકે છે.
•
હવે સયોગીગુણઠાણે કેવલીસમુદ્દાતાવસ્થામાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે પણ કાર્યણકાયયોગ સંભવે છે, તો ત્યાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય તે જણાવવા કહે છે—
तसथिरतिगुच्चतेआइज्जा - थिरवेअदुगणराउगई ।
वन्नचउपणिदिनिमिण - अगुरुलहु उदये सजोगिम्मि ॥ ४३ ॥ त्रसस्थिरत्रिकोच्चतेज-आदेयाऽस्थिरवेदनीयद्विकनरायुर्गति - । वर्णचतुष्कपञ्चेन्द्रियनिर्माणागुरुलघव उदये सयोगिनि ॥ ४३ ॥
ગાથાર્થ : સયોગીગુણઠાણે ત્રસત્રિક, સ્થિરત્રિક, ઉચ્ચગોત્રદ્વિક, તેજસદ્ધિક, આદેયદ્ધિક, અસ્થિરદ્ધિક, વેદનીયદ્ધિક, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ અને અગુરુલઘુ આ ૨૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૪૩)
Jain Education International
વિવેચન : (૧૩) સયોગીકેવલીગુણઠાણે ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, સુભગ, ઉચ્ચગોત્ર-જિનનામ, તેજસ-કાર્મણ, આદેય-યશ, અસ્થિરઅશુભ, શાતા-અશાતાવેદનીય, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય, નિર્માણ અને અગુરુલઘુ આ ૨૫ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
-
For Personal & Private Use Only
www.jainelibrary.org