________________
૦૯
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત मिथ्यात्वे जिनसम्यक्त्वे विना, सूक्ष्मद्विकनरकत्रिकमिथ्यात्वानि विना सास्वादने । विकलपञ्चकानन्तानुबन्धिस्त्रीविना, अयते ससम्यक्त्वनरकत्रिका ॥ ४२ ॥
ગાથાર્થ : મિથ્યાત્વે જિનનામ + સમ્યક્વમોહનીય વિના ૮૫.. સાસ્વાદને સૂક્ષ્મદ્ધિક + નરકત્રિક અને મિથ્યાત્વ વિના ૭૯.. અવિરત વિકસેન્દ્રિયપંચક + અનંતા- ૪ + સ્ત્રીવેદ વિના અને સમ્યક્વમોહનીય + નરકત્રિક સાથે ૭૩. (૪૨)
વિવેચન : (૧) ૮૭માંથી મિથ્યાત્વગુણઠાણે સમ્યક્વમોહનીય અને જિનનામ છોડીને ૮૫ પ્રકૃતિનો ઉદય કહેવો. (સમ્યક્વમોહનીયનો ઉદય ચોથાદિ ગુણઠાણે અને જિનનામનો ઉદય તેરમાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.)
(૨) ૮પમાંથી સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મ, અપર્યાપ્ત, નરકગતિ, નરકાયુષ્ય, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ૭૯ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. ભાવના :
7 સાસ્વાદન સાથે કોઈપણ જીવ સૂક્ષ્મ, લબ્ધપર્યાપ્ત કે નરકમાં ઉત્પન્ન થતો નથી. એટલે સૂક્ષ્માદિની અપર્યાપ્તાવસ્થાકાલીન કાર્મણકાયયોગમાં કોઈપણ જીવ સાસ્વાદનસહિતનો મળતો નથી. એટલે આ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મ + અપર્યાપ્ત + નરકત્રિકનો ઉદયવિચ્છેદ કર્યો.
& મિથ્યાત્વમોહનીયનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
(૪) ૭૯માંથી અવિરતસમ્યત્વે વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, અનંતાનુબંધીચતુષ્ક + સ્ત્રીવેદ – આ ૧૦ પ્રકૃતિઓ છોડીને અને સમ્યક્વમોહનીય + નરકત્રિક - એ ૪ પ્રકૃતિઓ ઉમેરીને ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
કે એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને પહેલા બે ગુણઠાણા જ હોય છે. એટલે અહીં એકેન્દ્રિય-વિકલેન્દ્રિયપ્રાયોગ્ય યથાસંભવ વિકસેન્દ્રિયત્રિકાદિ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org