________________
ઉદયસ્વામિત્વ હવે ૩૫ પ્રકૃતિનો ઉદય કેમ ન હોય - તેના હેતુઓ વિચારીએ
* વૈક્રિયદ્ધિક અને ઔદારિકદ્ધિકનો ઉદય અનુક્રમે વૈક્રિયશરીરવાળા અને દારિકશરીરવાળાને હોય છે અને આ શરીરવાળાઓને કાર્મણશરીરનામકર્મનો ઉદય હોતો નથી. એટલે અહીં તે બંને દ્વિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 શુભ-અશુભવિહાયોગતિ, પરાઘાત, આતપ-ઉદ્યોત અને નિદ્રાપંચકઆ ૧૦ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી, સુસ્વર-દુઃસ્વરનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસનામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે. હવે આ બધી વખતે કામણકાયયોગ હોતો જ નથી, કારણ કે શરીરાદિ પર્યાપ્તિ સમાપ્ત થયા પહેલા જ કાર્મણકાયયોગ પૂર્ણ થઈ જાય છે. એટલે અહીં તે બધી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
* આહારકદ્ધિક અને મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને ત્યારે કાર્મણકાયયોગ ન હોવાથી અહીં તે કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો.
જ ઉપરોક્ત સિવાયની ઉપઘાત, પ્રત્યક, સાધારણ, ૬ સંઘયણ અને ૬ સંસ્થાન - આ ૧૫ કર્મપ્રકૃતિનો ઉદય આહારપર્યાપ્તિએ પર્યાપ્ત જીવોને હોય છે, એવું કર્મપ્રકૃતિ વગેરેમાં કહ્યું છે. હવે ત્યારે કામશકાયયોગ હોતો નથી. એટલે એ ૧૫ પ્રકૃતિનો પણ અહીં ઉદયવિચ્છેદ કર્યો.
વિશેષ નોંધઃ કેટલાંક આચાર્યો ઉત્પત્તિના પ્રથમ સમયે પણ કાર્મણકાયયોગ માને છે, તેઓના મતે જે પ્રકૃતિનો ઉદય ઉત્પત્તિના પ્રથમ સમયે થાય, તે પ્રકૃતિઓનો પણ કાર્મણકાયયોગમાં ઉદય માનવો...
આ પ્રમાણે કાર્પણ કાયયોગમાર્ગણામાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ગુણઠાણા પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે– मिच्छे जिणसम्मं विणु, सुहुमदु-णिरयतिग-मिच्छं विणु साणे ।
विगलपणअणथी विणु, अजयम्मि ससम्मणिरयतिगा ॥ ४२ ॥ तद्हारिभद्र्याम् - "योगा: 'अकार्मणा:' कार्मणशरीररहितश्चतुर्दशेत्यर्थः, केषु ? इत्याह - आहारकेषु भवन्ति । कार्मणमेवैकं 'अनाहारे' अनाहारकजीवे । अनाहारको हि मिथ्यादृष्टिसासादनाविरतसम्यग्दृष्टिगुणस्थानकत्रये विग्रहगतौ सयोगिगुणस्थानके केवलिसमुद्घाते" । अभिहितञ्च षट्खण्डागमेऽपि- "कम्मइयकायजोगो विग्गहगइसमावण्णाणं केवलीणं वा समुग्घादगदाणं ।" (પા., પૃ. ૩૦૦, નૂ. //૬૦) I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org