________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૮૧
...
ભાવના : કૃતકૃત્ય પણ કેવલીભગવંત, વેદનીય-નામ અને ગોત્ર એ ત્રણ કર્મોને આયુષ્યકર્મની સમાન કરવા માટે કેવલીસમુદ્દાત કરે છે. તેમાં જે જીવને છ મહિના કે તેનાથી અધિક કાળ હજી આયુષ્યપૂર્ણાહૂતિને બાકી હોય, તે જીવ નિયમા કેવલીસમુદ્દાત કરે અને બીજા જીવો કરે કે ન પણ કરે.
આ સમુદ્દાતની પ્રક્રિયામાં કાયયોગનો જ વ્યાપાર હોય છે, મનોયોગ કે વચનયોગનો નહીં, કારણ કે તે બે યોગ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. ધર્મસારની મૂલટીકામાં કહ્યું છે કે – “ત્યારે પ્રયોજન ન હોવાથી મન-વચનનો વ્યાપાર નથી હોતો..’’
સમુદ્ધાતની પ્રક્રિયા આઠ સમય સુધી ચાલે, તેમાં ત્રીજા-ચોથા અને પાંચમાં સમયમાં કેવળ કાર્યણશરીરનો જ વ્યાપાર હોય છે અને ત્યારે ઉપરોક્ત ૨૫ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે.
પ્રશ્ન ઃ સયોગીગુણઠાણે ૪૨ કર્મપ્રકૃતિનો ઉદય હોય છે, તો ૨૫ સિવાયની બાકીની ૧૭ પ્રકૃતિઓનો ઉદય અહીં કેમ ન કહ્યો ?
ઉત્તર ઃ કારણ કે તે ૧૭ પ્રકૃતિઓનો ઉદય ઔદારિકરૂપ સ્થૂલ શરીરને આશ્રયીને થતો હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. કારણ કે અહીં કાર્મણકાયયોગ ચાલી રહ્યો છે.
* ‘નાળ વેયાિં, અવયં આયું ૨ થોવાનું
गंतूण समुग्घायं, खवेइ कम्मं निरवसेसं ॥ ९५४ ॥ " - आवश्यकनिर्यु० । * ‘“ષમાસાધિજાયુધ્ધો તમતે વ્હેવતોામમ્ ।
करोत्यसौ समुद्घातमन्ये कुर्वन्ति वा न वा ॥ ९३ ॥ " - गुणस्थानक्रमारोहे |
“उक्कस्सएण छम्मासाउगसेसम्मि केवली जादा ।
वच्चंति समुग्घादं सेसा भज्जा समुग्घादे || २१०५ ||" - मूलाराधना । “छम्मासाउवसेसे उपण्णं जस्स केवलं गाणं ।
स-समुग्धाओ सिज्झइ सेसा भज्जा समुग्धाए ॥"
- ધવલટીા (ભા.૧, પૃ. રૂ૦, ૧/૧/૬૦)
" षण्मासायुषि शेषे स्यादुत्पन्नं यस्य केवलम् | समुद्घातमसौ याति केवली नापर: पुनः || ३२७ ॥" - आशाम्बर- पञ्चसङ्ग्रहे । ‘મનોવવસી તવા ન વ્યાપારયતિ, પ્રયોગનામાવાત્ ।' - ધર્મસારમૂલટીના ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org