________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૦૫
ચૌદ પૂર્વનું જ્ઞાન હોતું નથી, કારણ કે આગમમાં તેઓને દૃષ્ટિવાદ ભણવાનો નિષેધ કર્યો છે. એટલે સ્ત્રીઓને આહારકકાયયોગ ન હોવાથી આ માર્ગણામાં સ્ત્રીવેદનું વર્જન કર્યું.
7 આહારકશરીરીને ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય. એટલે અહીં ઔદારિકદ્વિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
* આહારકશરીરવાળાને હાડકા ન હોવાથી ૬માંથી એક પણ સંઘયણનો ઉદય ન હોય..
કે આહારકશરીરવાળાને પરાવર્તમાન શુભપ્રકૃતિનો જ ઉદય હોય છે. એટલે સમચતુરસના વિરોધી છેલ્લા પાંચ સંસ્થાનનો અને સુખગતિ + સુસ્વરના વિરોધી કુખગતિ + દુઃસ્વર રૂપ બે પ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રશ્ન : આહારકશરીરવાળાને શરીરપર્યાપ્તિ પછી ઉદ્યોતનો ઉદય પણ હોય છે, તો આ માર્ગણામાં તેનું ગ્રહણ કેમ ન કર્યું ?
ઉત્તર: અહીં બધે ભવધારણીય શરીરને લઈને જ ઉદ્યોતનો ઉદય વિવક્ષિત છે, જે મુખ્યતયા તિર્યંચોને જ હોય છે. એટલે અહીં ઉદ્યોતનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.
તેથી આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી ૧૯ પ્રકૃતિઓ નીકાળીને ઓધે + પ્રમત્તે ૬૨ પ્રકૃતિનો ઉદય કહેવો.
$ આહારક કાયયોગમાં ઉદયયંત્ર | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ |.
વિચ્છેદ ઓઘથી | ૬૨ | પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક+સ્ત્રીવેદ+
ઔદારિકદ્ધિક + કુખગતિદ્રિક + ચરમ પાંચ સંસ્થાન +છ
સંઘયણ = ૧૯ પ્રમત્ત | ૬૨ | ઓઘની જેમ
આ પ્રમાણે આહારકકાયયોગમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે આહારકમિશ્રકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે–
* "तुच्छा गारवबहुला, चलिंदिया दुब्बला धिईए य । इय अइसेसज्झयणा, भूयावादो य नो थीणं ।। ५५२ ।।"- विशेषावश्यकभाष्यम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org