________________
૦૨
ઉદયસ્વામિત્વ
(૨) ૭૬માંથી સાસ્વાદનગુણઠાણે નરકાયુષ્ય, નરકગતિ, નપુંસકવેદ, હુંડક, નીચગોત્ર અને મિથ્યાત્વ - એ છ પ્રકૃતિઓ છોડીને ૭૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
ઝક સાસ્વાદનગુણઠાણું લઈને કોઈપણ જીવ નરકમાં જતો નથી, એટલે અપર્યાપ્ત-અવસ્થાકાલીન વૈક્રિયમિશ્રકાયયોગમાં નરકભપ્રાયોગ્ય નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકવેદ + નીચગોત્ર + હુંડક – એ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો...
પ્રશ્ન : નારકોને સાસ્વાદનગુણઠાણું હોય છે જ, તો ત્યારે આ પાંચ પ્રકૃતિનો ઉદય કેમ ન ઘટે ?
ઉત્તર : પ્રસ્તુતમાં વૈક્રિયમિશ્રકાયયોગની વાત ચાલી રહી છે અને આ યોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે.. હવે અપર્યાપ્તાવસ્થામાં કોઈપણ નારક સાસ્વાદનવાળો મળતો નથી, કારણ કે સાસ્વાદનગુણઠાણું સાથે લઈને કોઈપણ જીવ નરકમાં ઉત્પન્ન થતો નથી. એટલે આ માર્ગણામાં નરકગતિને આશ્રયીને સાસ્વાદનગુણઠાણું હોતું જ નથી, તેથી પૂર્વોક્ત પાંચ પ્રકૃતિનું વર્જન ઉચિત જ
છે..
(૪) ૭૦માંથી *અવિરતગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકવેદ + નીચગોત્ર + હુંડક + સમ્યક્વમોહનીય – એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
- અનંતાનુબંધી-૪નો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 સમ્યક્ત સાથે કોઈપણ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન થતો નથી. તે આ પ્રમાણે - સમ્યગ્દષ્ટિ આત્મા નરક સિવાય બધે પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. નરકગતિમાં સમ્પર્વ સાથે પહેલી નરક સુધી તમતાંતરે ત્રીજી નરક સુધી) અને સિદ્ધાંતમતે યાવત છઠ્ઠી નરક સુધી નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે.. પણ સ્ત્રીવેદે
* વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે અને ત્યારે મિશ્રગુણઠાણું ન હોવાથી અહીં સીધો ચોથા ગુણઠાણાનો ઉલ્લેખ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org