________________
૦૧
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
હવે વૈક્રિયમિશ્રકાયયોગમાં જોડાયેલી ૯ પ્રકૃતિઓની ભાવના બતાવાય
નિદ્રાદ્ધિક, પરાઘાત અને શુભ-અશુભવિહાયોગતિ - આ પાંચ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે. સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી થાય છે અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે, પણ આ બધી વખતે વૈક્રિયમિશ્રકાયયોગ હોતો નથી, કારણ કે તે યોગનું અસ્તિત્વ શરીરપર્યાપ્તિ સુધી જ મનાયું છે, ત્યારબાદ તે યોગ પૂર્ણ થઈ જાય છે. એટલે અહીં, શરીરપર્યાપ્તિ પછી ઉદય પામનારી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 આ યોગ અપર્યાપ્તાવસ્થામાં હોવાથી અહીં મિશ્રગુણઠાણું ન હોય, કારણ કે તે ગુણઠાણું પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. એટલે અહીં મિશ્રમોહનીયનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.
એટલે ૮૬ - ૯ = ૭૭ કર્મપ્રકૃતિઓનો ઉદય અહીં ઓઘથી હોય છે.
ગોમ્મસારમતે અહીં નિદ્રાદ્ધિકનો પણ ઉદય મનાયો છે. એટલે તેમના મતે ૭૭ + ૨ = ૭૯ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
આ પ્રમાણે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ગુણઠાણા પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છેसम्मं विणु मिच्छे पुण, णिरयाउगइ-णपुति-मिच्छविणु साणे । अजये य अणथी विणा, णिरयाउगइणपुतिसम्मजुआ ॥ ३८ ॥ सम्यक्त्वं विना मिथ्यात्वे पुनर्नरकायुर्गतिनपुंसकत्रिकमिथ्यात्वानि विना सास्वादने । अयते चानन्तानुबन्धिस्त्रीवेदान् विना, नरकायुर्गतिनपुंसकत्रिकसम्यक्त्वयुता ॥३८॥
ગાથાર્થ મિથ્યાત્વે સમ્યક્વમોહનીય વિના ૭૬. સાસ્વાદને નરકાયુષ્ય, નરકગતિ, નપુંસકત્રિક અને મિથ્યાત્વ એ ૬ વિના ૭૦. અવિરતે અનંતાનુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક + સમ્યક્વમોહનીય -એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૩૮)
વિવેચન : (૧) ૭૭માંથી સમ્યક્વમોહનીયને છોડીને મિથ્યાત્વે ૭૬ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (સમ્યક્વમોહનીયનો ઉદય ચોથા વગેરે ગુણઠાણે કહ્યો હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org