________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
SG
વૈક્રિયશરીર વિક્ર્વનાર તિર્યંચ-મનુષ્યોને અનુક્રમે તિર્યંચગતિ-તિર્યંચાયુષ્ય અને મનુષ્યગતિ-મનુષ્પાયુષ્યનો ઉદય હોય છે. એટલે અહીં તે કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો.
તેથી લબ્ધિથી પણ વૈક્રિયશરીરની વિવક્ષા કરવામાં ૮૯ + ૭ = ૯૩ કર્મપ્રકૃતિઓનો ઓઘથી ઉદય થાય. પણ અહીં અને આગળ – બધે ભવપ્રત્યયિક શરીરની જ વિવક્ષા છે અને તેથી મુખ્યતયા ઓધે – ૮૬ કર્મપ્રકૃતિઓનો જ ઉદય હોય - એ ખાસ ધ્યાન રાખવું.
(૧) ૮૬માંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય એ બે પ્રકૃતિ વિના ૮૪ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ બંને પ્રકૃતિનો ઉદય, યથાસંભવ ત્રીજા વગેરે ગુણઠાણે થતો હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..
(૨) ૮૪માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.).
(૩) મિશ્રગુણઠાણે ૮૩માંથી અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૮૦ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (અનંતા) નો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, ત્રીજે નહીં અને મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે નિયમા હોય..)
- હવે ચોથે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવા અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે–
अजयगुणे मीसविणा, ससम्मोहम्मि सगसयरि तम्मीसे । निद्दापरघायखगइ - सरदुगमीसविणु विउवोहा ॥ ३७ ॥ अयतगुणे मिश्रं विना, ससम्यक्त्वौघे सप्तसप्ततिस्तन्मिश्रे। निद्रापराघातखगतिस्वरद्विकमिश्रे विना वैक्रियौघात् ॥३७॥
ગાથાર્થ : અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં
ઓઘથી કહેલ ૮૬માંથી નિદ્રાદ્ધિક, પરાઘાતદ્ધિક, ખગતિદ્વિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિ વિના ઓઘ - ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org