________________
૬૮
ઉદયસ્વામિત્વ
ગાથા : (૮૦માં ૭નો પ્રક્ષેપ કરી) સુરાનુપૂર્વી નીકાળીને ઓધે ૮૬ પ્રકૃતિનો ઉદય કહેવો. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૮૪. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૮૩. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક વિના અને મિશ્રમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય.. (૩૬)
વિવેચન : વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવગતિમાં ઓધે કહેલ ૮૦ પ્રકૃતિઓમાં સાત પ્રકૃતિઓ ઉમેરીને અને દેવાનુપૂર્વી નીકાળીને ઓલ્વે ૮૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
છે કારણસંલોક $ . * વૈક્રિયકાયયોગ દેવ-નારકોને જ હોય છે અને તે પણ શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય છે..
કે વૈક્રિયકાયયોગ નારકોને હોવાથી નરકપ્રાયોગ્ય નરકગત્યાદિ સાત કર્મોનું ગ્રહણ કર્યું..
7 દેવાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યારે વૈક્રિયકાયયોગ હોતો નથી કારણ કે તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, એટલે અહીં દેવાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો..
વિશેષ નોંધ : વૈક્રિયકાયયોગ બે પ્રકારે છે : (૧) ભવપ્રત્યયિક, અને (૨) લબ્ધિપ્રત્યયિક.. તેમાંથી અહીં માત્ર ભવપ્રત્યયિકની જ વિવેક્ષા છે. જો અહીં લબ્ધિપ્રત્યયિકની પણ વિવક્ષા કરવામાં આવે, તો તેવા શરીરવાળા તરીકે તિર્યંચ-મનુષ્યો પણ લેવાય, કારણ કે લબ્ધિથી વૈક્રિયશરીર તો તેમને પણ હોય છે. એટલે તો ઉદયપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓમાં મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, એકેન્દ્રિય, સ્થાવર અને ઉદ્યોત - આ સાત કર્મપ્રકૃતિઓનો પણ ઉમેરો કરવો. ભાવના :
7 વાયુકાયના જીવોને પણ વૈક્રિયશરીર હોવાથી, એકેન્દ્રિય અને સ્થાવર - એ બે કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો.
* લબ્ધિથી વૈક્રિયશરીર વિક્ર્વનાર દેવ-મનુષ્ય અને તિર્યંચ એ ત્રણેને ઉદ્યોતનો ઉદય હોય છે, એટલે અહીં તેનું ઉપાદાન કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org