________________
၄
ઉદયસ્વામિત્વ
તેના સરખાં ન્યાયે નીચગોત્રે પણ ઉત્પન્ન ન જ થાય, એ વાત તર્કથી સિદ્ધ છે. એટલે અહીં નીચગોત્રનો પણ ઉદયવિચ્છેદ કહ્યો..
પ્રશ્ન : સમ્યગ્દષ્ટિ જીવ જેમ નરકમાં નીચગોત્રે ઉત્પન્ન થાય છે, તેમ સરખાં ન્યાયે મનુષ્યમાં પણ નીચગોત્રે ઉત્પન્ન થાય એમાં વાંધો શું?
ઉત્તર : જુઓ - નરકમાં તો તે જીવ નપુંસક તરીકે પણ ઉત્પન્ન થાય છે, પણ તેની જેમ મનુષ્યમાં પણ નપુંસક તરીકે ઉત્પન્ન થાય – એવું કોઈપણ શાસ્ત્રકારોને માન્ય નથી. એટલે નરકનો ન્યાય અહીં લાગુ ન પડે એવું જણાય છે.
ગોમ્મદસારમતે અહીં નીચગોત્રનો ઉદય મનાય છે અને અહીં દુર્ભગ + અનાદેય + અપયશ - એ ત્રણ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કરાયો છે*.
(અમે નીચગોત્રનો ઉદય તર્કના આધારે અને દુર્ભાગાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય સપ્તતિકા વગેરે ગ્રંથોના આધારે માન્યો છે - એ ધ્યાનમાં લેવું.)
(૧૩) સયોગી ગુણઠાણે કેવલીઓને ઉદયપ્રાયોગ્ય જે ૪૨ પ્રકૃતિઓ કહી છે, તેમાંથી પરાઘાત-ઉચ્છવાસ, શુભ-અશુભવિહાયોગતિ, સુસ્વર અને દુઃસ્વર - આ ૬ પ્રકૃતિઓ છોડીને ૩૬ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો..
ભાવના કેવલી ભગવંતો જ્યારે સમુદ્દાત કરે, ત્યારે બીજા, છઠ્ઠા, અને સાતમા સમયે તેઓને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે અને તે વખતે પરાઘાતાદિ – ૬ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી, એવું સપ્તતિકા વગેરે ગ્રંથોમાં કહ્યું છે. એટલે એ છ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કર્યો છે..
સયોગીગુણઠાણે રહેલ ૩૬ પ્રકૃતિઓ – શાતા-અશાતાવેદનીય, ઔદારિકદ્ધિક, તૈજસ-કાશ્મણશરીર, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણાદિ - ૪,
* “જય પાન્નકુટુમન”- જોમ્મદસારે જ્ઞો રૂ૨૨ કર્મશાળે છે “મિશ્રૌઢારિયોજી સપ્તમપદ્ધતીયે; ”- પ્રશમરતિ સ્નો ર૭૬ ! "बिइयछट्ठसत्तमेसु ओरालियमीसगसरीरकायजोगं झुंजइ ।"
- પ્રજ્ઞાપના પ-૩૬, સૂ૦ ર૪૭ | "तम्मीसं बीयछट्ठसत्तमए ।"- विशेषावश्यकभाष्यम् श्लो० ३०५५ ।
૦ સપ્તતિકામાં સમુદ્ધાતને પામેલાં કેવલીનાં નામકર્મનાં ઉદયસ્થાનની વાત આવે છે, ત્યાં ર૬ અને ૨૭ એમ બે ઉદયસ્થાનક ઔદારિકમિશ્રમાં કહ્યાં છે, તેમાં પરાઘાતાદિ ૬ પ્રકૃતિઓનું વર્જન કર્યું છે. જુઓ સપ્તતિકા ગ્લો. ૨૬-વૃત્તિ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org