________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૬૩
એટલે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ૧૨૨માંથી પરાઘાતાદિ – ૨૬ પ્રકૃતિઓ છોડીને અથવા ઔદારિકકાયયોગમાં કહેલ ૧૦૯માંથી ૧૪ પ્રકૃતિઓ છોડીને અને અપર્યાપ્ત નામકર્મ ઉમેરીને ઓલ્વે - ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
મતાંતરો છે (૧) ગોમ્મદસારમતે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં નિદ્રાદિકનો પણ ઉદય મનાયો છે. એટલે તેમના મતે ૯૬માં બે પ્રકૃતિ ઉમેરીને ૯૮ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
(૨) પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય તે પહેલાં પણ આહારપર્યાપ્તિએ પર્યાપ્ત જીવોને પાંચ નિદ્રાનો ઉદય મનાયો છે. હવે તે વખતે ઔદારિકમિશ્નકાયયોગ પણ સંભવિત છે. એટલે તેમના મતે ૯૬માં પાંચ પ્રકૃતિઓ ઉમેરીને ૧૦૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
આ જ મતને અવલંબીને પ.પૂ. વીરશેખરસૂરિ મ.સા. એ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં પાંચ નિદ્રાનો ઉદય માન્યો છે.*
(૩) ષડશીતિકારમતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ્યાં સુધી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ મનાયો છે. એટલે પરાઘાતાદિ જે કર્મપ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી છે, તેમનો પણ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદય સંભવી શકે. તેથી અહીં ઔદારિકકાયયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (ઓધે-૧૦૯..)
પણ અહીં તફાવત એ કે, ઔદારિકકાયયોગમાં અપર્યાપ્તનામકર્મનો ઉદય નહોતો કહ્યો અને મિશ્રમોહનીયનો ઉદય કહ્યો હતો.. પણ અહીં તેનાથી વિપરીત સમજવું; અર્થાત્ અપર્યાપ્તનામનો ઉદય કહેવો અને મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ કહેવો.
-
* "यावदाहारशरीरेन्द्रियपर्याप्तयस्तावन्निद्राणामुदयः , एतदूर्ध्वं उदीरणासहचरो भवत्युઢય: " - પJસદસ્વોપજ્ઞવ્યાપદ્ય (ાર-૫, બ્લો૦ ૧૦૦)
જુઓ પ. પૂ. વીરશેખરસૂરિ મ. સા. દ્વારા વિરચિત – ઉદયસ્વામિત્વ, (ગાથા નં. ૪૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org