________________
ક૨
ઉદયસ્વામિત્વ
તેથી ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં, જેનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે તેવી પરાઘાતાદિ – ૧૩ પ્રકૃતિઓનો ઉદય ન હોય..
પડશીતિકાર વગેરે આચાર્યોના અભિપ્રાય, શરીરપર્યાપ્તિ પછી પણ દારિકમિશ્રકાયયોગ સંભવતો હોવાથી, તે ૧૩ પ્રકૃતિઓનો ઉદય ઘટી શકે છે, તેથી તેમના મતે તે ૧૩ પ્રકૃતિઓનું વર્જન ન કરવું.
પ્રશ્ન : અરે ! પહેલા તો તમે ષડશીતિકારનો મત મુખ્યરૂપે લીધો હતો અને બીજો મત ગૌણરૂપે લીધો હતો.. પણ હમણાં તેનાથી ઊંધું જ કર્યું.. તો એ શું ઉચિત છે ?
ઉત્તર : જુઓ, વિવક્ષા એ કર્તાની ઇચ્છાને આધીન છે, એટલે જુદાં જુદાં સ્થળે જુદાં જુદાં મતને લઈને જુદું-જુદું નિરૂપણ કરવું તે અનુચિત નથી. વળી, કેટલાંક કાર્મગ્રંથિકોએ પહેલો મત માન્યો છે અને કેટલાંક કાર્મગ્રંથિકોએ બીજો મત માન્યો છે – આમ બંને મત કાર્મગ્રંથિકોએ સ્વીકાર્યો હોવાથી, કર્મસાહિત્યના ગ્રંથમાં તે બંને મતનું જુદા-જુદા સ્થળને લઈને મુખ્યરૂપે નિરૂપણ કરવું ઉચિત જ છે અને આવું આચરવા દ્વારા બંને મત વિશે બહુમાનભાવ બતાવાયેલો થાય છે.
મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં જ થાય છે અને ત્યારે ઔદારિકમિશ્રકાયયોગ હોતો નથી, કારણ કે તેનું અસ્તિત્વ અપર્યાપ્તાવસ્થામાં કે કેવલી મુદ્દાત અવસ્થામાં જ હોય છે. એટલે અહીં તેનો પણ ઉદયવિચ્છેદ
કહ્યો..
7 ચાર આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં કાર્મણકાય જ હોવાથી, ઔદારિકમિશ્નકાયયોગ હોતો નથી. એટલે અહીં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.
આ પ્રમાણે બીજી કર્મપ્રકૃતિઓનો ઉદય કેમ ન હોય, તેની ભાવના, જે પ્રમાણે ઔદારિકમાં કહી, તેમ સમજવી. षट्खण्डागमे (भा. १, सू० ७६, पृ० ३१७) । तवृत्तिधवलायामपि- "किमेकया पर्याप्त्या निष्पन्नः पर्याप्तः उत साकल्येन निष्पन्न इति ? शरीरपर्याप्त्या निष्पन्नः पर्याप्त इति भण्यते, તત્રૌવારિયો : ..... પર્યાપ્તાવસ્થાયામૌતારિમિશ્રછાયો:”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org