________________
ઉદયસ્વામિત્વ
* સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મજીવોને હોય છે અને સાધારણ નામકર્મનો ઉદય સાધારણજીવોને હોય છે, પણ આ જીવોમાં સાસ્વાદનગુણઠાણું હોતું *નથી. એટલે એ બંને પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
૫૮
* આતપ નામકર્મનો ઉદય બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિકોને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને ત્યાં સુધી તેઓને સાસ્વાદનગુણઠાણું રહેતું નથી (સાસ્વાદન તેઓને શ૨ી૨૫ર્યાપ્તિ સુધી જ હોય છે) એટલે અહીં આતપનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.
* મિથ્યાત્વમોહનીયનો ઉદય માત્ર પહેલે ગુણઠાણે જ હોય, એટલે તેનો પણ અહીં વિચ્છેદ કર્યો..
(૩) ૯૭માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (અનંતાનુબંધીનો ઉદય પહેલે-બીજે હોય છે અને ત્રીજે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય છે.)
(૪) ૯૪માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય નીકાળીને અને સમ્યક્ત્વમોહનીય ઉમેરીને ૯૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે જ હોય અને ક્ષયોપશમસમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વમોહનીયનો નિયમા ઉદય હોય..)
(૫-૧૩) દેશિવરતથી માંડીને સયોગી સુધીના ૯ ગુણઠાણે, કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ જેમ કર્મસ્તવમાં કહ્યો, તેમ કહેવો.) તે આ પ્રમાણે - દેશવિરતે ૮૭ વગેરે.... પણ અહીં વિશેષતા એ સમજવી કે, કર્મસ્તવમાં છઢે ગુણઠાણે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, પણ અહીં તેમાંથી આહારકદ્વિક છોડી દેવું, કારણ કે ઔદારિકકાયયોગમાર્ગણામાં ઓધથી જ આહારકદ્વિકનો વિચ્છેદ કર્યો છે. એટલે અહીં પ્રમત્તગુણઠાણે ૭૯ પ્રકૃતિનો ઉદય કહેવો. બાકી બધું કર્મસ્તવ મુજબ સમજવું.
* સૂક્ષ્મ – સાધારણ જીવોને તથાસ્વભાવે જ સાસ્વાદનગુણઠાણું પ્રાપ્ત થતું નથી અને પૂર્વભવમાંથી લઈને આવેલાં સાસ્વાદનગુણઠાણાવાળા જીવો સૂક્ષ્મ-સાધારણમાં ઉત્પન્ન થતાં નથી. એટલે આ જીવોમાં સાસ્વાદનગુણઠાણું ન મળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org