________________
૫૦.
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
તેથી ઔદારિકકાયયોગમાં ઓથે - ૧૦૯ અને મતાંતરે - ૧૧૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
(૧) ૧૦૯માંથી જિનનામ, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય વિના મિથ્યાત્વગુણઠાણે - ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. અને મતાંતરે અપર્યાપ્ત નામની સાથે ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો... (મિથ્યાત્વે ત્રણ પ્રકૃતિના ઉદયવિચ્છેદનું કારણ સ્પષ્ટ જ છે.)
હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તે જણાવવા આચાર્યભગવંતશ્રી કહે છેविगलछ - साहारणदुग - मिच्छ विणा सासाणेऽणविणु मीसे । मीसजुआ सम्मजुआ, अजये मीसविणु ओहव्व ॥ ३२ ॥ विकलषट्कसाधारणद्विकमिथ्यात्वानि विना सास्वादनेऽनन्तान् विना मिश्रे। मिश्रयुता सम्यक्त्वयुता, अयते मिश्रं विना ओघस्येव ॥ ३२ ॥
ગાથાર્થ : વિકસેન્દ્રિયષક, સાધારણદ્ધિક અને મિથ્યાત્વ વિના સાસ્વાદનગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિશ્ર અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૪. અયતે સમ્યક્વમોહનીય સાથે અને મિશ્રમોહનીય વિના ૯૪. અને બાકીના નવ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો. (૩૨)
વિવેચનઃ (૧) ૧૦૬માંથી સાસ્વાદનગુણઠાણે વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને મિથ્યાત્વ – એ નવ પ્રકૃતિ વિના ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
ભાવનાઃ એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને ઉત્કૃષ્ટથી પણ શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ સાસ્વાદન ગુણઠાણું હોય છે અને ત્યારે તો દારિકકાયયોગ હોતો નથી. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે વિકલેન્દ્રિયપ્રાયોગ્ય વિકલત્રિક અને એકેન્દ્રિયપ્રાયોગ્ય એકેન્દ્રિય-સ્થાવરરૂપ બે પ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો.
હ ૩૩મી ગાથામાં રહેલ “સળવણું = બાકીના નવ ગુણઠાણે એ પદનું જોડાણ અહીં કરવાનું છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org