________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૫૫
% કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે કાયયોગમાર્ગણામાં ઓઘે ૧-૧૩ ગુણઠાણે, કર્મસ્તવ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (ઓથે - ૧૨૨, મિથ્યાત્વે - ૧૧૭ વગેરે રૂપે..)
છે કાયયોગમાર્ગણામાં ઉદયયંત્ર છે | ગુણઠાણા | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | પુનરુદય | ૧-૧૩
– કર્મસ્તવ મુજબ સમજવું - હવે વિશેષથી કાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ ઔદારિકકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– विउवअडाहारगदुग - णरतिरिपुव्वीअपज्ज विणु उरले ।
ओहम्मि नवसयं जिण - मीसदुग विणा य मिच्छम्मि ॥ ३१ ॥ वैक्रियाष्टकाहारकद्विकनरतिर्यगानुपूर्व्यपर्याप्तानि विनौदारिके। ओघे नवशतं जिनमिश्रद्विके विना च मिथ्यात्वे ॥३१॥
ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં વૈક્રિયાષ્ટક, આહારદ્ધિક, મનુષ્યતિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મને છોડીને ઓથે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ મિશ્રદ્ધિક વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૩૧)
જે દારિકકાયયોગમાં ઉદયસ્વામિત્વ છે વિવેચનઃ ૧૨૨માંથી ઔદારિકકાયયોગમાર્ગણામાં વૈક્રિયદ્ધિક, નરકત્રિક, દેવત્રિક, આહારકદ્ધિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મ એ ૧૩ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
તર્કસંલોક છે વૈક્રિયદ્ધિક, દેવત્રિક અને નરકત્રિકનો ઉદય દેવ-નારકોને જ હોય છે અને તેઓ વૈક્રિયશરીરી હોવાથી ઔદારિકશરીર તેમને ન હોય. એટલે ઔદારિકમાર્ગણામાં તે અષ્ટકનો ઉદયવિચ્છેદ કર્યો.
જ કાયયોગમાર્ગણાના સાત ભેદો છે : (૧) ઔદારિક, (૨) ઔદારિકમિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિયમિશ્ર, (૫) આહારક, (૬) આહારકમિશ્ર, અને (૭) કાર્પણ - આ સાતેમાં ક્રમશઃ ઉદયસ્વામિત્વ જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org