________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૪૯
યોગમાણા
હવે યોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ મનોયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે
$ મનોયોગમાર્ગણામાં ઉદયરવામિત્વ છે મનોયોગમાર્ગણામાં ૧૨માંથી વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને ચાર આનુપૂર્વી – આ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય હોય છે.
$ હેતુવિચાર # 7 વિકસેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયોને હોય અને એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ - આ પ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયોને હોય, પણ એકેન્દ્રિય-વિકસેન્દ્રિયોને મનોયોગ હોતો નથી, એટલે એકેન્દ્રિય-વિકસેન્દ્રિય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
2 અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય છે અને તેઓને મનોયોગ ન હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 ચાર આનુપૂર્વીનો ઉદય અપર્યાપ્તાવસ્થામાં - વિગ્રહગતિમાં હોય છે, અને ત્યાં મનોયોગ હોતો નથી, કારણ કે મનપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તઅવસ્થામાં જ તેનું અસ્તિત્વ મનાયું છે. એટલે મનોયોગમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રશ્ન : એકેન્દ્રિયોમાં પણ આહારાદિની અભિલાષા તો કહી છે જ. તો તેઓને મનોયોગ કેમ ન હોય ? (અને હોય, તો અહીં સ્થાવરપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો પણ ઉદય કેમ ન હોય ?)
ઉત્તરઃ સાંભળો, દીર્ઘકાલીન, સંપ્રધારણરૂપ (=વિચારણારૂપ) સંજ્ઞા જેમને
* ‘તયોરપતવસ્થાવાં પવિત, મનોયો વાક્યો સામયિકોટ્રોપસ્થાપનર્વनमनःपर्यायज्ञानानां च तस्यामवस्थायामसम्भवात् ।' - नव्यषडशीतिवृत्तिः (श्लो० २८ -वृत्तौ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org