________________
૩૯
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
& વિકલેન્દ્રિયોને મનુષ્યત્રિક, દેવત્રિક અને નરકત્રિકનો ઉદય ન હોય એ તો સ્પષ્ટ જ છે..
આ પ્રમાણે બેઈન્દ્રિયોને ઓધે અને મિથ્યાત્વે કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે સાસ્વાદનગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવા અને તે ઇન્દ્રિયાદિનો અતિદેશ કરવા કહે છે– मिच्छ-कुखगइ-परघादु-निद्दापज्जुज्जोअसुसर विणु साणे। बेइंदिय विणु सपदं णवरि तिचउरिंदियेसु तह ॥ २२ ॥ मिथ्यात्वकुखगतिपराघातद्विकनिद्राऽपर्याप्तोद्योतसुस्वराणि विना सास्वादने । द्वीन्द्रीयं विना स्वपदं, नवरं त्रिचतुरिन्द्रिययोस्तथा ॥ २२ ॥
ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ, કુખગતિકિક, પરાઘાતદ્ધિક, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર વિના ૬૯ પ્રકૃતિનો ઉદય હોય. અને તે ઇન્દ્રિયચઉરિન્દ્રિયમાં પણ તે પ્રમાણે જ કહેવું. પણ વિશેષતા એ કે, બેઈન્દ્રિયને બદલે સ્વપદ (=વેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય પદ) કહેવું. (૨૨)
વિવેચનઃ ઓધે અને મિથ્યાત્વે કહેલ ૮૨ પ્રકૃતિમાંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, કુખગતિ, દુઃસ્વર, પરાઘાત, ઉચ્છવાસ, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર - એ ૧૩ પ્રકૃતિ વિના ૬૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
7 મિથ્યાત્વ અને અપર્યાપ્તનો ઉદય પહેલા ગુણઠાણે જ થાય, એટલે અહીં તેનો વિચ્છેદ કહ્યો..
* પાંચ નિદ્રા, પરાઘાત, અશુભવિહાયોગતિ અને ઉદ્યોત - એ આઠ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે.. ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે અને સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી થાય છે. જયારે પૂર્વભવમાંથી લઈને આવેલું સાસ્વાદનગુણઠાણું તો શરીરપર્યાપ્તિ પૂર્વે જ પૂર્ણ થઈ જાય છે, એટલે ત્યાં આ બધી પ્રકૃતિઓનો ઉદય ન હોય..
એટલે ૮૨-૧૩ = ૬૯ પ્રકૃતિઓનો ઉદય (મતાંતરે ૭૭ પ્રકૃતિઓનો ઉદય) સાસ્વાદનગુણઠાણે હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org