________________
૩૮
ઉદયસ્વામિત્વ
આ પ્રમાણે એકેન્દ્રિયમાર્ગણામાં કર્મપ્રકૃતિઓનો ઉદયને કહીને હવે બેઇન્દ્રિયમાર્ગણામાં તેનું નિરૂપણ કરવા કહે છે–
છે બેઇન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે બેઇન્દ્રિયમાર્ગણામાં ૧૨૨માંથી બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયની છ સંઘયણાદિ ૧૯ પ્રકૃતિઓ; અર્થાત છ સંઘયણ + મધ્યમ + ૪ સંસ્થાન + વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ = ૧૯ પ્રકૃતિઓ; તેમાંથી બેઈન્દ્રિય, અપર્યાપ્ત અને સેવાર્તને છોડીને ૧૬ પ્રકૃતિઓ, સ્ત્રીવેદ, પુરુષવેદ, સમચતુરગ્નસંસ્થાન, સુભગ (=સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, (સુખગતિસપ્તક=) શુભવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રઢિક, આદેય, (વૈક્રિયૅકાદશ=) વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકત્રિક મનુષ્યત્રિક – એમ કુલ ૪૦ પ્રકૃતિઓ વિના, ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
હેતુવિમર્શ ૪ * માત્ર છેલ્લા સંઘયણ સંસ્થાનવાળા વિકસેન્દ્રિયોને પહેલા પાંચ સંઘયણસંસ્થાનનો ઉદય ન હોય.
* બેઇન્દ્રિયજાતિમાર્ગણામાં બાકીની પાંચ જાતિઓનો ઉદય ન હોય..
7: સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ નામકર્મનો ઉદય એકેન્દ્રિયોને જ હોવાથી, અહીં તેમનું વર્જન કર્યું.
7 વિકસેન્દ્રિયો નપુંસક હોવાથી તેઓને સ્ત્રી-પુરુષવેદનો ઉદય ન હોય..
7 સુભગ અને આદેયનો ઉદય લબ્ધિપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોને જ હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો..
* વિકસેન્દ્રિયોને તિર્યંચગતિના સ્વભાવથી જ નીચગોત્ર હોય છે, એટલે ઉચ્ચગોત્રનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો...
* જિનનામ, આહારકદ્ધિક અને મિશ્રઢિકનો ઉદય યથાસંભવ ત્રીજાદિ ગુણઠાણે હોય છે. એટલે પહેલા-બીજા ગુણઠાણવાળા વિકલેન્દ્રિયોને તેઓનો ઉદય ન હોય.
2 વિકસેન્દ્રિયોને નિયમા અશુભવિહાયોગતિ હોવાથી, શુભવિહાયોગતિનો ઉદય તેમને ન હોય...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org