________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૩પ
જ નરકત્રિક, દેવત્રિક અને મનુષ્યત્રિકનો ઉદય યથાસંભવ નરકાદિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 એકેન્દ્રિયોને હાથ-પગ વગેરે અવયવો નથી હોતા અને હાડકા પણ નથી હોતા, એટલે તેઓને ઔદારિકાંગોપાંગ અને છ સંઘયણનો ઉદય ન હોય..
2 માત્ર છેલ્લા સંસ્થાનવાળા એકેન્દ્રિયોને આગળના પાંચ સંસ્થાનનો ઉદય ન હોય..
24 બેઇન્દ્રિયાદિ ચાર જાતિનો ઉદય બેઇન્દ્રિયાદિને જ હોવાથી, અહીં તેઓનું ગ્રહણ કર્યું નથી.
* એકેન્દ્રિયો નિયમા નપુંસક હોવાથી સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય તેમને ન હોય.
- સુભગ અને આદયનો ઉદય માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદય ન કહ્યો.
શુભ-અશુભ વિહાયોગતિનો ઉદય, શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા અને લબ્ધિપર્યાપ્ત એવા ત્રસ જીવોને જ હોય છે, એટલે એકેન્દ્રિયોને તે બેનો ઉદય ન હોય..
* એકેન્દ્રિયોને તિર્યંચગતિના સ્વભાવથી માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે.
7 જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય અનુક્રમે સર્વજ્ઞ અને સંયતઆત્માને જ હોય છે. (એટલે એકેન્દ્રિયોને તેનો ઉદય ન હોય)
એકેન્દ્રિયોને ત્રીજું વગેરે ગુણઠાણું ન હોવાથી મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયનો પણ ઉદય ન હોય.
સુસ્વર, દુઃસ્વર અને ત્રસ નામકર્મનો ઉદય માત્ર ત્રસજીવોને જ હોવાથી, સ્થાવરોને તેનું વર્જન કર્યું.
એટલે એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘથી ૧૨૨-૪૨=૦૦ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. હવે ગ્રંથકારશ્રી, પહેલે બીજે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मिच्छे पणनिद्द-सुहुमपण-पराघायदुग-मिच्छविणु साणे । सडसट्ठी बासीई, विक्कियएगारसं मोत्तुं ॥२०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org