________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૩૧
(=મનુષ્યગત્યાદિ ૩૧), નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર (=નપુંસકપંચક), નરકત્રિક, જિનનામ અને આહારદ્ધિક – આ ૪૨ પ્રકૃતિઓ વિના ઓઘે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
કારણસંલોક છે કે મનુષ્યત્રિક, તિર્યચત્રિક અને નરકત્રિકનો ઉદય અનુક્રમે મનુષ્ય-તિર્યંચ અને નરકમાં જ થાય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
24 સંઘયણ વગરના અને વૈક્રિયશરીરવાળા દેવોને છ સંઘયણ અને ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય એ સ્પષ્ટ જ છે .
7 વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપઆ કર્મપ્રકૃતિઓનો ઉદય નિયમા તિર્યંચોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય છે, જ્યારે દેવો તો લબ્ધિપર્યાપ્ત જ હોય. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
& ઉદ્યોત નામકર્મનો ઉદય મુખ્યત્વે તિર્યંચોને જ હોય છે. જો કે લબ્ધિને આશ્રયીને ઉત્તરક્રિયશરીરમાં દેવોને પણ તેનો ઉદય હોય છે, પણ અહીં ભવધારણીય શરીરની જ વિવક્ષા છે, એટલે તેનો ઉલ્લેખ કર્યો નથી.
પ્રશ્નઃ દેવોને ભવધારણીય શરીરમાં પણ જે તેજ દેખાય છે, તે શું ઉદ્યોત નામકર્મના કારણે નથી ?
ઉત્તર : ના, કારણ કે તે તેજ, દેવોના શરીરમાં રહેલાં વર્ણના પ્રકર્ષથી થાય છે.* એટલે તે તેના કારણ તરીકે દેવોને ઉદ્યોત નામકર્મનો ઉદય માનવો જરૂરી નથી.
7 થીણદ્વિત્રિકનો ઉદય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યોને
સિદ્ધાંતમાં ક્યાંક-ક્યાંક દેવોને પ્રથમ સંઘયણી તરીકે કહ્યાં છે, તે તેવી શક્તિવિશેષને લઈને કહ્યાં છે, અસ્થિરચનાને લઈને નહીં, જયારે અહીં તો અસ્થિરચનાને લઈને વિવેક્ષા છે, એટલે એ અપેક્ષાએ દેવોને “અસંઘયણી” કહેવા ઉચિત જ છે.
★ 'इह देवानां द्वे शरीरे, भवधारणीयमुत्तरवैक्रियञ्च । तत्र भवधारणीये अत एव वचनान्नास्ति उद्योतनामकर्मोदयः, किन्तु तेषु यः प्रकाशः स वर्णनामजनितशरीरकृष्णादिवर्णप्रकर्षप्रभवो यथा तीर्थकराणां भामण्डलरूपः प्रकाशः ।' - कर्मप्रकृतिटिप्पणकम् उदीरणा० श्लो० १३ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org