________________
૨૬
ઉદયસ્વામિત્વ
દેશવિરતગુણઠાણે ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય.. તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક વિના અને આહારકદ્ધિક સાથે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય... અને સાતમા વગેરે આઠ ગુણઠાણે (કર્મસ્તવમાં કહેલ) ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. (૧૩-૧૪-૧૫)
વિવેચનઃ મનુષ્યગતિમાર્ગણામાં ઓઘથી ૧૦૨ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાંથી –
(૧) મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય - એ પાંચ પ્રકૃતિ વિના ૯૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
ભાવનાઃ જિનનામનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે હોય, આહારકદ્વિકનો ઉદય છેકે ગુણઠાણે હોય, મિશ્ર-સમ્યક્વમોહનીયનો ઉદય અનુક્રમે ત્રીજાચોથાદિ ગુણઠાણે હોય, એટલે મિથ્યાત્વગુણઠાણે આ બધી કર્મપ્રકૃતિઓનો ઉદય ન થાય.
(૨) તેમાંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ અને અપર્યાપ્ત – એ બે પ્રકૃતિ વિના ૯૫ પ્રકૃતિઓનો ઉદય હોય છે. મિથ્યાત્વ પહેલે ગુણઠાણે જ હોવાથી અહીં તેનો વિચ્છેદ કર્યો અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય લધ્યપર્યાપ્ત જીવોને હોય અને તે જીવો નિયમા મિથ્યાદષ્ટિ હોવાથી બીજે ગુણઠાણે તેમના પ્રાયોગ્ય અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ થાય.
(૩) તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી નીકાળીને તથા મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
ભાવના : અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય મરીને વિગ્રહગતિથી મનુષ્યમાં જનાર જીવન હોય, પણ ત્રીજે ગુણઠાણે કોઈપણ જીવ મરતો નથી, એટલે અહીં તેનો ઉદય ન થાય અને મિશ્રમોહનીયનો નિયમ ઉદય હોય.
(૪) તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય છોડીને અને સમ્યક્તમોહનીય + મનુષ્યાનુપૂર્વીને ઉમેરીને ૯૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
ભાવના : મિશ્રમો નો ઉદય માત્ર ત્રીજા ગુણઠાણે જ થાય, એટલે અહીં તેનો વિચ્છેદ કર્યો... ક્ષાયોપથમિકસમ્યક્તવાળા મનુષ્યને સમ્યક્વમોહનીયનો નિયમા ઉદય હોય, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો.. જે જીવ સમ્યક્ત લઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org