________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
.
વિગ્રહગતિથી મનુષ્યમાં જતો હોય, તે જીવને ચોથે ગુણઠાણે મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય છે, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો..
વિશેષ નોંધ ઃ સમ્યક્ત્વ સાથે મનુષ્યમાં, દેવ-નારક અને મનુષ્યો જ આવે, તિર્યંચો નહીં. તેનું કારણ એ કે, તિર્યંચો સમ્યક્ત્વ સાથે મરીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય, એવું કાર્યગ્રન્થિકમતે સિદ્ધ થાય* છે.
૨૦
(૫) ૯૨ માંથી દેશિવરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી - એ ૯ પ્રકૃતિ વિના ૮૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
ભાવના : દુર્ભાગ, અનાદેય અને અપયશ - આ ત્રણ પ્રકૃતિઓ દેશવિરતોને ગુણપ્રત્યયથી જ ઉદયમાં નથી *આવતી અને અપ્રત્યાખ્યાનાવરણચતુષ્કના ઉદયમાં દેશિવરતિનો લાભ જ નથી થતો, એટલે અહીં દૌર્ભાગ્યસપ્તકનો ઉદયવિચ્છેદ કહ્યો.. દેશવિરતે તિર્યંચોને તિર્યંચપણાનાં કારણે નીચગોત્રનો ઉદય હોવા છતાં પણ, મનુષ્યોને ગુણપ્રત્યયથી જ તેનો ઉદય હોતો નથી. અને દેશવિરત ગુણઠાણું પરભવમાં લઈ જવાતું નથી, એટલે અહીં મનુષ્યાનુપૂર્વીનો પણ ઉદય ન હોય..
(૬) તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્કને નીકાળીને અને આહારકદ્ધિક ઉમેરીને ૮૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્કના ઉદયમાં ચારિત્રનો લાભ જ ન થાય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને છઢે ચૌદપૂર્વીને આહારકશરીરની વિપુર્વણા થઈ શકતી હોવાથી આહા૨કદ્વિકનો પુનરુદય કહ્યો.
(૭-૧૪) હવેનાં પ્રમત્તાદિ આઠ ગુણઠાણે, જેમ કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ કહેવો.. એટલે અપ્રમત્તે - ૭૬, અપૂર્વકરણે- ૭૨, * આ વાતની સતર્ક સિદ્ધિ ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃત વૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવી છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ...
* ‘तिस्रः प्रकृतयो देशविरत्यादिषु गुणप्रत्ययाद् नोदयन्ते'
-नव्यकर्मस्तववृत्तिः श्लो० १६ 'मनुजेषु नु सर्वस्य देशविरतादेर्गुणिनो गुणप्रत्ययादुच्चैर्गौत्रमेवोदेतीति उत्तरत्र नीचैर्गोत्रदयाभाव: ।' बृहत्कर्मस्तववृत्तौ गोविन्दगणिकृतायाम् (श्लो० २९ - वृत्तौ ) । ‘વેસે તન્દ્રિયસાયા, બીજું' - ગોમ્મદસારે ર્મા′ શ્લો૦ રૂ૦૦ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org