________________
૨૪
ઉદયસ્વામિત્વ
વિકસેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ + ઉદ્યોત = વિકસેન્દ્રિયદશક, તેમાંથી અપર્યાપ્તને છોડીને ૯ પ્રકૃતિઓ... એમ ૨૦ પ્રકૃતિઓ છોડીને, ઓઘે ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
તર્કસંલોક છે. 7 વૈક્રિયદ્ધિકનો ઉદય ભવધારણીય શરીરને લઈને દેવ-નારકોને જ હોય છે. આગમમાં જે વિષ્ણુકુમાર - સ્થૂલભદ્રસ્વામી વગેરેને વૈક્રિયદ્ધિકનો ઉદય સંભળાય છે, તે ઉત્તરવૈક્રિય શરીરને લઈને કહ્યો હોવાથી અહીં તેની વિવક્ષા નથી (અહીં ભવધારણીય શરીરની વિવેક્ષા છે.) એટલે જ અહીં વૈક્રિયદ્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
નરકત્રિક અને દેવત્રિકનો ઉદય અનુક્રમે નરકગતિ અને દેવગતિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
તિર્યંચત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ - એ ૧૧ કર્મપ્રકૃતિઓનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
* ઉદ્યોત નામકર્મનો ઉદય સામાન્યથી તિર્યંચગતિમાં જ હોય છે, એટલે મનુષ્યગતિમાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રશ્ન : વૈક્રિયશરીરવાળા સાધુઓને તો ઉદ્યોતનો ઉદય હોય છે જ*, તો તેને લઈને મનુષ્યગતિમાં ઉદ્યોતનો ઉદય કેમ ન ઘટે ?
ઉત્તરઃ મનુષ્યમાં જે વૈક્રિય શરીર બનાવાય છે, તે અત્યંત અલ્પકાલીન હોય છે. તેથી અહીં તેની વિવક્ષા જ કરી નથી અને એટલે જ તેવા શરીરમાં ઉદ્યોતનો ઉદય હોવા છતાં પણ અહીં તેનો ઉલ્લેખ કર્યો નથી.
પ્રશ્ન : તમે મનુષ્યગતિમાર્ગણામાં આહારકશરીરીની તો વિવક્ષા કરી છે જ, તો તેની સાથે સંલગ્નપણે રહેલ ઉદ્યોતના ઉદયની વિવક્ષા પણ કરવી જ જોઈએ ને ?
ઉત્તર : સાંભળો - અમારા પૂર્વાચાર્યો વડે કર્મસ્તવ વગેરે ગ્રંથમાં છઠ્ઠા * ‘ફેટે ય રેવન' -રૂતિ વર્ષv૦ ૩ીરા જ્ઞો. શરૂ I ..૩ત્તરતિનો વૈશિયારીરિપળ માહીરેશરીરિશ... તે સર્વે ૩ોતચોવીરા !'
-- पञ्चसङ्ग्रहस्वोपज्ञवृत्तौ श्लो० १४ उदीरणा० ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org