SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉદયસ્વામિત્વ * લબ્ધપર્યાપ્ત બધા જીવો નિયમા નપુંસક જ હોય છે, એટલે સ્ત્રીપુરુષવેદનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * લબ્ધપર્યાપ્ત બધા જીવોને યથાસંભવ છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય હોય છે, એટલે તે સિવાયના પહેલા પ સંઘયણ-સંસ્થાનનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. (એકેન્દ્રિયોને સંઘયણ જ હોતું નથી, એટલે જે લધ્યપર્યાપ્ત જીવોને સંઘયણ હોય, તેમને છેલ્લે સંઘયણ જ હોય એમ સમજવું. એ વાત દર્શાવવા જ “યથાસંભવ' પદનો નિર્દેશ કર્યો છે.) . * સુભગ, આદેય અને યશનામ એ ત્રણે પ્રકૃતિઓનો ઉદય લબ્ધિપર્યાપ્ત જીવોને જ હોય છે. એટલે સપ્તતિકા નામના ગ્રંથમાં, લધ્યપર્યાપ્ત જીવસ્થાનકો સંબંધી નામકર્મના બે ઉદયસ્થાનકોમાં સુભગાદિ ત્રણ પ્રકૃતિઓનો ઉદય નથી કહ્યો. 7 પરાઘાત, શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિરૂપ ત્રણ પ્રકૃતિઓનો... સુસ્વર – દુઃસ્વર બે પ્રકૃતિઓનો.. અને ઉચ્છવાસ નામકર્મનો અનુક્રમે શરીર, ભાષા અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પછી પણ લબ્ધિપર્યાપ્ત જીવોને જ ઉદય હોય છે , લબ્ધપર્યાપ્ત જીવોને નહીં (એટલે લધ્યપર્યાપ્ત જીવોને શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ તે તે પ્રકૃતિઓનો ઉદય હોતો નથી.) * 'लद्धिपज्जत्तीए अपज्जत्तगा सव्वे णपुंसगा।' - बन्धशतकचूर्णौ श्लो०५ । 'लब्ध्यपर्याप्तकस्य सर्वस्य नपुंसकत्वात्' - नव्यषडशीतिवृत्तिः श्लो० १८ । 'तेऽपुण्णसंढजुदा'- गोम्मटसारे कर्मकाण्डे श्लो० २९६ 'लब्ध्यपर्याप्तः सर्वोऽपि नपुंसक एव' - बन्धशतकटिप्पने श्लो० ७ । * 'इयरे हुंडं छेवट्ठगं तु विगला अपज्जत्ता।' -पञ्चसंग्रहे उदीरणा० श्लो० १२ । 'एगिदिता विगलिंदिता णेरतिगा सगलतिरियणरेसु वि अप्पज्जत्ता एते सव्वे सरीरत्था हुंडसंठाणस्स उदीरगा....तिरिक्खेसु जे तसकाइया विगलिंदिता, सगलतिरियणरेसु वि जे अपज्जत्तगा, एते सव्वे सेवट्टसंघयणस्स उदीरगा।' - कर्मप्र० चूर्णो श्लो० ११ उदीरणा० । ૮ જુઓ સપ્તતિકા - ગ્લો. ૩૭-૩૮ વૃત્તિ.. છે એટલે જ સપ્તતિકા ગ્રંથમાં, લધ્યપર્યાપ્ત પ્રાયોગ્ય નામકર્મનાં ઉદયસ્થાનમાં પરાઘાતાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય કહ્યો નથી. જુઓ સપ્તતિકા ગ્લો. ૩૭-૩૮ ની વૃત્તિ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy