________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
મિથ્યાત્વનો ઉદય તો પહેલે ગુણઠાણે જ હોય. એટલે ૧૦૫ માંથી આ ૫ પ્રકૃતિઓ નીકાળી સાસ્વાદનગુણઠાણે ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય હોય.. (૩) તેમાંથી મિશ્રગુણઠાણે (વિકલપંચક=) વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, અનંતાનુબંધીચતુષ્ક અને તિર્યંચાનુપૂર્વી . એ ૧૦ પ્રકૃતિઓ નીકાળીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
ભાવના :
* વિકલપંચક યથાસંભવ એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને ઉદયમાં હોય છે અને એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને તો પહેલું-બીજું ગુણઠાણું જ હોય, એટલે અહીં તેમના પ્રાયોગ્ય પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય.
* અનંતાનુબંધીચતુષ્કનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, ત્રીજાદિ ગુણઠાણે નહીં.
૧૯
* મિશ્રગુણઠાણે કોઈપણ જીવ મરતો નથી, એટલે અહીં તિર્યંચાનુપૂર્વીનો ઉદય ઘટી શકે નહીં (તિર્યંચાનુપૂર્વીનો ઉદય તો મરીને વિગ્રહગતિથી તિર્યંચમાં જના૨ જીવને હોય છે.)
* ત્રીજે ગુણઠાણે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય છે.
(૪) અવિરતગુણઠાણે ૯૧માંથી મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ કરવો અને સમ્યક્ત્વમોહનીય તથા તિર્યંચાનુપૂર્વીનો પુનરુદય કહેવો.. એટલે અહીં ૯૨ કર્મપ્રકૃતિઓનો ઉદય થાય.
ભાવના : (ક) ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવને સમ્યક્ત્વમોહનીયનો અવશ્ય ઉદય હોય છે, (ખ) જે જીવ સમ્યક્ત્વ લઈને વિગ્રહગતિથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય*, તે જીવને ઉદ્દેશીને ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય નિબંધ
,
ઘટી શકે, અને (ઘ) ચોથે ગુણઠાણે મિશ્રમોહનીયનો ઉદય ન હોય.
(૫) તેમાંથી દેશિવરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક (=દુર્ભાગ, અનાદેય, 'समाप्ते च शरीरे तत्रातपनामोदयो भवति ।'
-बृहत्कर्मस्तववृत्तिः श्लो० २५ गोविन्दगणिकृता ।
* જીવનું સમ્યક્ત્વ સાથે તિર્યંચગતિમાં ગમન નિબંધ થઈ શકે છે, એ વાતની સાબિતી ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવી છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની
ભલામણ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org