________________
ઉદયસ્વામિત્વ
(૧) તેમાં ઓધે કહેલ ૧૦૭ પ્રકૃતિમાંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયરૂપ બે પ્રકૃતિઓનો અનુદય કહેવો, કારણ કે મિશ્રમોહનીયનો ત્રીજા ગુણઠાણે અને સમ્યક્ત્વમોહનીયનો ચોથાદિ ગુણઠાણે ઉદય હોય છે. એટલે અહીં ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય હોય.
(૨) તેમાંથી સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ (=સૂક્ષ્મચતુષ્ક) અને મિથ્યાત્વ... એ ૫ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કરી સાસ્વાદને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
ભાવનાઃ સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મ-એકેન્દ્રિયમાં હોય, અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોમાં હોય.. સાધારણ નામકર્મનો ઉદય અનંત વનસ્પતિકાયમાં હોય અને આતપનામકર્મનો ઉદય બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં હોય.. હવે સૂક્ષ્મ-એકેન્દ્રિયાદિમાં રહેલો જીવ કદી સાસ્વાદન પામતો જ નથી અને પૂર્વપ્રતિપન્ન સાસ્વાદનવાળો જીવ કદી ત્યાં ઉત્પન્ન થતો જ નથી. એટલે સાસ્વાદનગુણઠાણે તે બધા જીવપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો ઉદય ન જ હોય.
*
પ્રશ્ન : પૂર્વપ્રતિપન્ન સાસ્વાદનવાળો જીવ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે અને તેવી પૃથ્વીકાયમાં તો આતપનો ઉદય માન્યો છે જ. તો બીજે ગુણઠાણે આતપનો ઉદય કેમ ન ઘટે ?
૧૮
ઉત્તર : જુઓ – તે જીવો શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પૂર્વે જ સાસ્વાદનગુણઠાણું *વમી દે છે, એટલે શ૨ી૨૫ર્યાપ્તિ પછી તો તે ગુણઠાણાનું અસ્તિત્વ જ નથી રહેતું. જ્યારે આતપ નામકર્મનો ઉદય તો શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે, એટલે સાસ્વાદનગુણઠાણે આતપ નામકર્મનો ઉદય સંગત થાય નહીં.
* પૂર્વભવમાં જેણે સાસ્વાદન પામ્યું હોય અને એ સાસ્વાદન જે જીવ પરભવમાં પણ સાથે લઈ જવાનો હોય, તે અહીં પૂર્વપ્રતિપન્ન સાસ્વાદનવાળો જીવ સમજવો. આ જીવ મરીને એકેન્દ્રિયમાં જાય તો ત્યાં પણ સાસ્વાદન-ગુણઠાણું હોય.
સાસ્વાદનગુણઠાણાનો કાળ ઉત્કૃષ્ટથી પણ ૬ આવલિકા જેટલો જ છે, એટલે શરી૨૫ર્યાપ્તિ પૂર્વે તો તેનો કાળ પૂરો થઈ જ જાય..
'बादरपुढविकातितो पज्जत्तगो आतवणामाए उदीरगो ।'
-ર્મપ્ર૦ શ્લો॰ શ્રૂ - ચૂના કવીરા૦ | 'तत: कालं कृत्वा बादरपृथ्वीकायिकेषु मध्ये समुत्पद्यते, समुत्पन्नश्च सन् शरीरपर्याप्त्या पर्याप्त आतपनामोदये वर्तमानस्तदुदीरयति । ' - पंचसंग्रहवृत्तिः उदीरणा० श्लो० ३० ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org