________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
.
૧૭
...
હોય, એટલે તે સિવાયના નરકત્રિક, દેવત્રિક અને મનુષ્યત્રિકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
* તિર્યંચોને ભવસ્વભાવે જ નીચગોત્રનો ઉદય હોય છે*, એટલે ઉચ્ચગોત્રનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
* જિનનામકર્મનો ઉદય તે૨મે-ચૌદમે ગુણઠાણે હોય અને આહારકદ્વિકનો ઉદય પ્રમત્તાદિ ગુણઠાણે હોય.. હવે તે ગુણઠાણા તો તિર્યંચોને હોતા નથી, એટલે તે પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો...
આ પ્રમાણે ઓઘથી તિર્યંચગતિમાર્ગણામાં ૧૦૭ કર્મપ્રકૃતિઓના ઉદયને કહીને, હવે ૧ થી ૫ ગુણઠાણે કર્મપ્રકૃતિના ઉદયને જણાવતાં કહે છેतिरिए मीसदुग विणा, मिच्छम्मि य पणजुअसयं सासाणे । सुहुमचउगमिच्छ विणा, मीसे इगनवइ मीसजुआ ॥ ९ ॥ विगलपणगअणतिरियाणुपुव्वि, विणु सम्म - आणुपुव्विजुआ । अजये दुणवड़ मीसं, विणु देसे दुहगसगपुवि ॥ १० ॥ तिरश्चि मिश्रद्विकं विना, मिथ्यात्वे च पञ्चयुतशतं सास्वादने । सूक्ष्मचतुष्कमिथ्यात्वे विना, मिश्र एकनवतिर्मिश्रयुता ॥ ९ ॥ विकलपञ्चकमनन्तानुबन्धि- तिर्यगानुपूर्व्यं, विना सम्यक्त्वानुपूर्वीयुता । अयते द्विनवतिर्मिश्रं, विना दौर्भाग्यसप्तकानुपूर्व्यं ॥ १० ॥
ગાથાર્થ : તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિશ્રદ્વિક વિના ૧૦૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. સાસ્વાદને સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વ વિના ૧૦૦ પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે વિકલેન્દ્રિયપંચક, અનંતાનુબંધીચતુષ્ક, અને તિર્યંચાનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્ત્વમોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને દેશિવરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક અને તિર્યંચાનુપૂર્વી વિના ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. (૯-૧૦) વિવેચન : તિર્યંચગતિમાર્ગણામાં ૫ ગુણઠાણા હોય છે.
*
* આ વાતની સાબિતી પૂર્વે જ કરી દીધી છે, જુઓ પેજ નં. ૯. * ‘વિષ્ણુ જુલી' એ ૧૧મી ગાથામાં રહેલ પદનું અહીં જોડાણ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org