________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૩
સમ્યક્વમોહનીય અને નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોદનીય છોડીને ૭૦ પ્રકૃતિઓ અવિરતગુણઠાણે ઉદયમાં હોય છે.
આ પ્રમાણે પહેલી નરકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે બીજી વગેરે નરકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહે છે -
બીજી શર્કરા પ્રભા નામની નરકથી માંડીને સાતમી નરક સુધીમાં કર્મપ્રકૃતિનો ઉદય પહેલાની જેમ જ સમજવો... ફરક માત્ર એટલો જ છે કે અહીં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો..
એટલે બીજી વગેરે નરકમાં ઓધે - ૭૬, મિથ્યાત્વે – ૭૪, સાસ્વાદને - ૭૨, મિશ્ર - ૬૯ અને સભ્યત્વે (મિશ્રમોહનીય છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને) ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
% પહેલી નરક સુધી જ સમ્બન્ધીનું ગમન છે પ્રશ્ન : પહેલી નરકની જેમ બીજી વગેરે નરકોમાં પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય કેમ ન ઘટે ?
ઉત્તર : જે જીવો સમ્યક્ત લઈને નરકમાં જાય, તે જીવોને જ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય. હવે સમ્યક્ત લઈને કોઈપણ જીવ પહેલી નરકથી આગળની નરકોમાં જતો જ નથી. (એટલે આગળની નરકોમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વી મળે જ નહીં.)
પ્રશ્ન : પણ તેવું (=સમ્યક્તી જીવ, બીજી વગેરે નરકોમાં જતો જ નથી - એવું) શી રીતે જણાય ?
ઉત્તરઃ જુઓ; ત્રણ પ્રકારનું સમ્યક્ત હોય છે - (૧) ઔપથમિક, (૨) લાયોપથમિક, અને (૩) ક્ષાયિક...
(૧) ઔપથમિક સમ્યક્ત બે પ્રકારનું છે- (ક) ગ્રંથિભેદથી થનારું, અને (ખ) શ્રેણિ ચડતી વખતે થનારું... તેમાં (ક) ગ્રંથિભેદથી થનારા સમ્પર્વમાં તો જીવ મરતો જ નથી, એટલે અહીં તો નરકાનુપૂર્વીનો ઉદય સંભવે જ નહીં, અને (ખ) શ્રેણિ ચડતી વખતે થનારા સમ્યક્નમાં જે જીવ મૃત્યુ પામે, તે તો નિયમા મરીને વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય. એટલે તે નરકમાં જતો જ નથી કે જેથી તેને લઈને ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ઘટી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org