SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧ ... ભાવના : મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે ગુણઠાણે હોય અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય ચોથાથી સાતમા ગુણઠાણા સુધી હોય. તેથી તે બંનેનો ઉદય અહીં તો ન જ હોય. એટલે અહીં ૭૬માંથી બે પ્રકૃતિઓ નીકાળીને અવશેષ ૭૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨) સાસ્વાદનગુણઠાણે ૭૪ પ્રકૃતિમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને નરકાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિથી નરકમાં જનાર જીવને હોય છે, પણ સાસ્વાદન લઈને કોઈપણ જીવ નરકમાં જતો જ નથી.* એટલે જ આ ગુણઠાણે નરકાનુપૂર્વીનો અનુદય કહ્યો. (૩) મિશ્રગુણઠાણે ૭૨ પ્રકૃતિમાંથી અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૬૯ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : અનંતાનુબંધીચતુષ્કનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને ત્રીજે ગુણઠાણે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય છે. એટલે તેનો પુનરુદય કહ્યો.. (૪) અવિરતગુણઠાણે ૬૯ પ્રકૃતિમાંથી મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય અને નરકાનુપૂર્વી ઉમેરીને ૭૦ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો... ભાવના : * મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * ક્ષયોપશમસમ્યક્ત્વી નારકીને સમ્યક્ત્વમોહનીયનો અવશ્ય ઉદય હોય છે, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો. * જે જીવ સમ્યક્ત્વ લઈને વિગ્રહગતિથી નરકમાં ઉત્પન્ન થાય, તે જીવને લઈને નરકાનુપૂર્વીનો ઉદય નિબંધ સંભવી શકે. એટલે નરકાનુપૂર્વીનો પણ પુનરુદય કહ્યો.. * ‘નરયાળુપુલ્વિયાપ, સાસળસમ્મમ્મિ હોર્ ન છુ ઓ । नरयम्मि जं न गच्छइ, अवणिज्जइ तेण सा तस्स ॥ ८ ॥' - बृहत्कर्मस्तवभाष्यम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy