________________
૧૦.
ઉદયસ્વામિત્વ
પ્રશ્ન : જેમ દેશવિરતિધર મનુષ્યો ઉચ્ચગોત્રવાળા કહેવાય છે, તેમ દેશવિરતિધર તિર્યંચો પણ ઉચ્ચગોત્રવાળા કેમ ન કહેવાય ?
ઉત્તરઃ તિર્યંચગતિ સ્વભાવથી જ તુચ્છ છે. એટલે દેશવિરત પણ તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય સમજવો... મનુષ્યમાં તો નીચકુળમાં જન્મેલાનું પણ વિરત થયા પછી પૂજયપણું દેખાય છે, એટલે અહીં તો ઉચ્ચગોત્રના ઉદયનું અનુમાન સહજ જ છે...
આ વાત પંચસંગ્રહ, કર્મસ્તવ, ગોમ્મદસાર વગેરે ગ્રંથોને લઈને કરી છે. ધવલાકારમતે દેશવિરત તિર્યંચોને પણ ઉચ્ચગાત્રનો ઉદય કહ્યો છે.” (પ્રસ્તુતમાં નારકોને તો નીચગોત્રનો જ ઉદય હોય, એ વાત બધાંને નિર્વિવાદ માન્ય છે...)
26 જિનનામકર્મનો ઉદય તેર-ચૌદમા ગુણઠાણે રહેલા મનુષ્યોને જ હોય છે. એટલે નરકમાં તો તેનો ઉદય સંભવિત જ નથી.
7 આહારકદ્ધિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણે રહેલા સર્વવિરત મનુષ્યોને જ હોય છે. (લબ્ધિ ફોરવ્યા પછી કોઈક જીવ સાતમે ગુણઠાણે પણ આવે અને એટલે આહારકદ્ધિકનો ઉદય સાતમે ગુણઠાણે રહેલા જીવોને પણ હોઈ શકે. પરંતુ તે અલ્પકાલીન હોવાથી અહીં તેની વિરક્ષા કરી નથી. પણ નારકોને તો તેનો ઉદય ન જ હોય.
આમ નરકગતિમાર્ગણામાં સુરદ્ધિકાદિ ૪૬ કર્મપ્રકૃતિઓને છોડીને શેષ ૭૬ કર્મપ્રકૃતિઓનો ઓઘથી ઉદય હોય છે. આ પ્રમાણે નરકમાં ઓઘથી કર્મપ્રકૃતિઓનો ઉદય કહીને, હવે કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય - એ બતાવવા કહે છે...
(૧) મિથ્યાત્વગુણઠાણે ૭૬ પ્રકૃતિમાંથી મિશ્રમોહનીય અને સમ્યક્તમોહનીય વિના ૭૪ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. * 'तिरिक्खेसु संजमासंजमं परिवालयंतेसु उच्चागोत्तदुवलंभादो ।'
- षटखण्डा० धवला भा. १५, पृ० १५२ તીર્થનાનુઃ સર્વજ્ઞતાથ સત્યાં મહુવીરા, નાચવા, ૩યામાવાન્ !'
- વર્ષvo વૃત્તિ, વીર જ્ઞો૨૭ | સપ્તતિકામાં આહારકદ્ધિકનો ઉદય છદ્દે-સાતમે ગુણઠાણે જ કહ્યો છે અને કર્મસ્તવમાં અલ્પકાલીન હોવાથી સાતમાની વિવક્ષા નથી કરી, અહીં પણ કર્મસ્તવનો મત આદર્યો છે – એ વાત ધ્યાનમાં લેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org