________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૩૯
આ ગાથામાં રહેલા “મુસ્વા' અને “નવોદ્યોતી” એ બે પદોનું જોડાણ ૭૧મી ગાથા સાથે છે. એટલે તેનું વિવેચન, હમણાં ૭૧મી ગાથાના વિવેચનમાં જ કરાશે.. ' હવે દેશવિરતાદિ ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છેविउवअडतिरितिगदुहग-सगणराणुपुव्वी विणा देसम्मि । तियकसाय ण पमत्ते, आहारगदुगस्स पक्खेवा ॥७१ ॥ वैक्रियाष्टकतिर्यत्रिकदुर्भग-सप्तकनरानुपूर्वीविना देशे। तृतीयकषायं न प्रमत्ते, आहारकद्विकस्य प्रक्षेपात् ॥७१ ॥
ગાથાર્થ : (નીચ + ઉદ્યોતને છોડીને અને) વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, દુર્ભગસપ્તક અને મનુષ્યાનુપૂર્વી વિના દેશવિરતે - ૭૭.. તેમાંથી પ્રમત્તે તૃતીયકષાય વિના અને આહારકદ્વિકના પ્રક્ષેપથી ૭૫.. (૭૧)
- વિવેચન : (૫) દેશવિરતગુણઠાણે ૯૮માંથી નીચ, ઉદ્યોત, વૈક્રિયદ્ધિક - દેવત્રિક - નરકત્રિક, તિર્યચત્રિક, દુર્ભગ - અનાદેય - અપયશ, અપ્રત્યાખ્યાનચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી – આ ર૧ પ્રકૃતિઓને છોડીને ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
7 કર્મસ્તવમાં તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, નીચગોત્ર અને ઉદ્યોત આ ૪ પ્રકૃતિનો ઉદય દેશવિરત તિર્યંચોને લઈને કહ્યો હતો. પણ ક્ષાયિકસમ્યક્તવાળો કોઈપણ તિર્યંચ દેશવિરત હોય નહીં. (કારણ કે ક્ષાયિકસમ્યક્તવાળા તિર્યંચ તરીકે અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા યુગલિક તિર્યંચનું ગ્રહણ થાય અને તેવા તિર્યંચોને ઉત્કૃષ્ટથી ચાર ગુણઠાણા જ હોવાથી “ક્ષાયિકસમ્યક્તવાળો દેશવિરત તિર્યંચ કોઈને ન મળે) એટલે તિર્યંચપ્રાયોગ્ય એ ૪ પ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ
કહ્યો.
* तथा चोक्तं सप्ततिकाचूर्णी- "संखेज्जवासाउएसु तिरिक्खेसु खाइगसम्मद्दिवी ण उववज्जइ, असंखेज्जवासाउएसु उववज्जेज्जा, तस्स देसविरई नत्थि" इति (श्लो० २१ - चूर्णी)। अभिहितञ्च सप्ततिकावृत्त्यामपि- "क्षायिकसम्यग्दृष्टिस्तिर्यक्षु न सङ्ख्येयवर्षायुष्केषु मध्ये समुत्पद्यते, किन्त्वसङ्ख्येयवर्षायुष्केषु, न च तत्र देशविरतिः" इति (श्लो० २१ - वृत्तौ)।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org