________________
૧૪૦
ઉદયસ્વામિત્વ 7 દેશવિરતિ વિગ્રહગતિમાં ન હોવાથી અહીં ચારે આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.
24 દેશવિરતિ દેવ-નારકોને ન હોવાથી તેમના પ્રાયોગ્ય દેવદ્ધિક-નરકદ્ધિક અને વૈક્રિયદ્ધિકનું પણ વર્જન કર્યું.
કે દેશવિરતે દુર્ભગસપ્તકનો ગુણપ્રત્યયથી જ ઉદય હોતો નથી. એટલે તેનું પણ અહીં વર્જન કર્યું..
(૬) પ્રમત્તગુણઠાણે ૭૭માંથી પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્કને છોડીને અને આહારકદ્ધિકને ઉમેરીને ૭૫ પ્રકૃતિનો ઉદય કહેવો.. (પ્રમત્તગુણઠાણે ત્રીજા કષાયનો ગુણપ્રત્યયથી ઉદય હોતો નથી અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ચૌદ પૂર્વધરને આહારદ્ધિકનો ઉદય હોઈ શકે છે.) - હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે–
अप्रमत्तगुणठाणे य, थीणतिगाहारदुग विणा सयरी। तो ओहव्व रिसहणा - रायदुग विणा अजोगिं जा ॥७२॥ अप्रमत्तगुणस्थाने च, स्त्यानत्रिकाऽऽहारकद्विके विना सप्ततिः । तत ओघवद् ऋषभनाराचद्विकं विनाऽयोगिनं यावत् ॥७२॥
ગાથાર્થ : અપ્રમત્તગુણઠાણે થાણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના ૭૦. તેનાથી ઉપર અયોગીગુણઠાણા સુધી ઋષભ - નારાચને છોડીને ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૭૨)
વિવેચનઃ (૭) અપ્રમત્તગુણઠાણે ૭૫માંથી થીણદ્વિત્રિક અને આહારકદ્ધિકને છોડીને ૭૦ પ્રકૃતિનો ઉદય કહેવો. (આ પાંચ પ્રકૃતિનાં ઉદયવિચ્છેદનું કારણ કર્મસ્તવ મુજબ સમજવું.)
(૮-૧૪) અપૂર્વકરણથી લઈને અયોગી સુધીનાં સાત ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. પણ કર્મસ્તવમાં અપૂર્વકરણાદિ ચાર ગુણઠાણે ઋષભ - નારી એ બે પ્રકૃતિનો પણ ઉદય કહ્યો છે, પરંતુ પ્રથમ સંઘયણવાળા ક્ષાયિકસમ્યગ્દષ્ટિને તે બે પ્રકૃતિનો ઉદય હોતો નથી. એટલે ઋષભ -નારાને છોડીને કર્મસ્તવ મુજબ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org