________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧ર૦.
ગાથાર્થ : મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૫. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. બાકીનાં ગુણઠાણે તેજલેશ્યાની જેમ સમજવું, માત્ર સમ્યક્તગુણઠાણે તિર્યંચાનુપૂર્વી છોડી દેવી.. ઓથે નરકત્રિક, વિકલેન્દ્રિયનવક અને તિર્યંચાનુપૂર્વી વિના શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯* પ્રકૃતિનો ઉદય કહેવો. (૬૬)
વિવેચન : મિથ્યાત્વગુણઠાણે ૧૦૯માંથી આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય - એ ૪ પ્રકૃતિઓને છોડીને ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ ચાર પ્રકૃતિનો ઉદય યથાસંભવ ઉપરનાં ત્રીજા વગેરે ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો..)
(૨) ૧૦૫માંથી સાસ્વાદને મિથ્યાત્વમોહનીયને છોડીને ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજા વગેરે ગુણઠાણે ન હોવો સ્પષ્ટ જ છે.)
(૩-૭) મિશ્રગુણઠાણાથી લઈને અપ્રમત્તગુણઠાણા સુધીનાં બાકીનાં પાંચ ગુણઠાણે, જે પ્રમાણે તેજોલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.
પણ અહીં તફાવત એ સમજવાનો છે કે, તેજલેશ્યામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો પણ ઉદય કહ્યો હતો, જયારે અહીં તેનો ઉદય ન કહેવો.. એટલે પધલેશ્યામાર્ગણામાં મિશ્રે-૯૮, અવિરતે (૧૦૧માંથી તિર્યંચાનુપૂર્વી છોડીને) ૧૦૦, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬ ..
પ્રશ્ન : પદ્મશ્યામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય ન હોવાનું કારણ?
ઉત્તર : કારણ એ કે - ચોથે તિર્યંચાનુપૂર્વીનો ઉદય, સમ્યક્ત સાથે વિગ્રહગતિથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થનાર જીવને હોય છે. હવે જે મનુષ્ય પૂર્વબદ્ધતિર્યંચાયુષ્યવાળો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કે કૃતકરણાદ્ધાવર્તી હોય, તે જીવ તિર્યંચગતિમાં પણ માત્ર યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય અને યુગલિકોને કૃષ્ણાદિ ચાર લેશ્યા જ હોય, પધ-શુક્લલેશ્યા નહીં.. એટલે તે જીવ, યુગલિક - ૬૫ મી ગાથામાં રહેલ ‘વિધા મિજે એ પદનું જોડાણ આ ગાથા સાથે કરવાનું છે.
& ૬૭ મી ગાથામાં રહેલ “સુaણ તુ નવસર્ચ' એ ત્રણ પદોનું જોડાણ આ ગાથા સાથે નિર્દેશ મુજબ કરવાનું છે.
* “कति णं भंते ! लेसा पन्नत्ता ? गोयमा छ लेसा पन्नत्ता.... अकम्मभूमयमणुस्साणं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org